પટણા: લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં રાજકીય પક્ષો લાગી ગયા છે. સીટોની વહેંચણીને લઇને પણ પાર્ટીઓમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે. બિહારમાં લોકસભાની 40 સીટો છે. ભાજપ અને જેડીયૂમાં ગઠબંધનને લઇને જેડીયૂએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં સીટોની વહેંચણીને લઇને એનડીએ ગઠબંધનના પક્ષોમાં કોઇ ભ્રમ નથી. સ્થિત બિલકુલ સ્પષ્ટ છે કે અહીં જેડીયૂ 25 સીટો પર અને ભાજપ 15 સીટો પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે બિહારમાં એનડીએ ગઠબંધનનો ચહેરો નીતિશ કુમાર હશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી નીતિશ કુમારના ઘરે જેડીયૂ કોર કમિટીની બેઠક યોજાઇ. બેઠક બાદ જનતા દળ (યૂ)ના પ્રવક્ત અજય આલોકે રવિવારે કહ્યું કે બીજા કેટલાક પક્ષ જેડીયૂ સાથે જોડાઇ શકે છે એટલા માટે સીટોની વહેંચણીને લઇને પાર્ટીના ટોચના નેતા મળીને ફેંસલો કરશે, પરંતુ હાલના સમયમાં ભાજપની સાથે સીટોની વહેંચણીને લઇને કોઇ સંશય નથી.

AAP માંથી છૂટા પડેલા કપિલ મિશ્રા ભાજપમાં જોડાઇ શકે છે, મોદી સરકાર આ મંત્રીએ આપ્યા સંકેત


અજય આલોકે કહ્યું કે બિહારમાં તેમની પાર્ટી સૌથી મોટી પાર્ટી છે. એટલા માટે જેડીયૂ 25 સીટો પર ચૂંટણી લડશે અને 15 સીટો પર ભાજપ પોતાના ઉમેદવાર ઉતારશે. 



બીજી તરફ, મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓમાં જેડીયૂ મહાસચિવે કહ્યું કે બિહારમાં એનડીએનો ચહેરો નીતિશ કુમાર જ હશે. બેઠકમાં સામેલ થઇને આવેલા પવન વર્માએ દાવો કર્યો છે કે બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં જ ચૂંટણી લડવામાં આવશે. બેઠકમાં જેડીયૂના વરિષ્ઠ નેતા કેસી ત્યાગી અને રણનીતિકાર પ્રશાંત કિશોર પણ સામેલ હતા.