ભાજપના રૂક્ષ વલણથી જેડીયુ નરમ પડ્યુ: હવે ઓછી સીટોથી લડવા પણ તૈયાર
દિલ્હીમાં આયોજીત જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પુર્ણ થઇ ગઇ છે. તમામ મોટા નેતાઓની હાજરીમાં પાર્ટીએ નીતીશ કુમારને 2019ની લોકસભા ચૂંટણી સાથે જોડાયેલા રાજનૈતિક નિર્ણયો લેવા માટે અધિકૃત કર્યા. બીજી તરફ બેઠકમાં નીતીશ કુમારે કહ્યું કે, ભ્રષ્ટાચાર મુદ્દે રાહુલ ગાંધીનું વલણ સ્પષ્ટ નથી. નીતીશ કુમારે ફરીથી દોહરાવ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અમારા માટે મહત્વનો મુદ્દો છે.
નવી દિલ્હી : દિલ્હીમાં આયોજીત જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પુર્ણ થઇ ગઇ છે. તમામ મોટા નેતાઓની હાજરીમાં પાર્ટીએ નીતીશ કુમારને 2019ની લોકસભા ચૂંટણી સાથે જોડાયેલા રાજનૈતિક નિર્ણયો લેવા માટે અધિકૃત કર્યા. બીજી તરફ બેઠકમાં નીતીશ કુમારે કહ્યું કે, ભ્રષ્ટાચાર મુદ્દે રાહુલ ગાંધીનું વલણ સ્પષ્ટ નથી. નીતીશ કુમારે ફરીથી દોહરાવ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અમારા માટે મહત્વનો મુદ્દો છે.
લોકસભા ચૂંટણીને હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બચ્યો છે અને એવામાં તમામની નજર બિહારમાં મહાગઠબંધનની રાજનીતિ પર ટકેલી છે. બીજી તરફ બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યૂનાઇટેડ (જેડીયુ)ના અધ્યક્ષ નીતીશ કુમારે પાર્ટી નેતાઓએ તે સ્પષ્ટ કહી દીધું કે બિહારમાં ભાજપની સાથે ગઠબંધન ચાલુ રહેશે. બેઠકમાં તે સ્પષ્ટ થઇ ગયું કે ભાજપની સાથે પાર્ટીનું ગઠબંધન આગામી લોકસભા ચૂંટણીમાં ચાલુ રહેશે. સુત્રો અનુસાર પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, બેઠકમાં સંમતી સધાઇ છે કે ગઠબંધનમાં જેડીયુને 17 સીટો મળવી જોઇએ. તેની પહેલા પાર્ટીનાં નેતાઓ 20થી 25 સીટોની માંગ કરી રહી છે.
દિલ્હીમાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન 87 સભ્યોએ ભાગ લીધો હતો. લોકસભા ચૂંટણી પહેલા યોજાનારી બેઠકને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવો, સચિવો, પ્રદેશ અધ્યક્ષો અને કેટલાક અન્ય નેતાઓની બેઠક દરમિયાન જેડીયુની તરફથી ગઠબંધન અંગે કોઇ પણ નિર્ણય કરવા માટે નીતીશ કુમારને અધિકૃત કરવામાં આવ્યા છે.
બેઠકમાં મોટા ભાગનાં નેતાઓ આ વાત સાથે સંમત હતા કે ભાજપની સાથે ગઠબંધન ચાલુ રહેવું જોઇએ. જો કે તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે આ ગઠબંધન માત્ર બિહાર સુધી સીમિત રહેશે અને પાર્ટી બીજા રાજ્યોમાં પોતાનો વિસ્તાર કરી શકશે. ગઠબંધનની સંમતી બની ગયા છતા સૌથી મુશ્કેલ કામ સીટોની વહેંચણીનો છે અને જ્યા સુધી આ અંગે અંતિમ સંમતી નથી સધાઇ જતીત્યા સુધી કંઇ પણ કહેવું મુશ્કેલ છે. બેઠકમાં હાજર એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે જો ગઠબંધનને જાળવી રાખવું હોય તો જેડીયુને ઓછામાં ઓછી 17 સીટો ફાળવવી જોઇએ.
જેડીયુએ 2009માં ભાજપની સાથે ગઠબંધન કર્યું હતું અને તેને 25 સીટો મળી હતી. બીજીી તરફ 2014ની ચૂંટણી ભાજપે રામવિલાસ પાસવાસ એલજેપી અને ઉપેન્દ્ર કુશવાહાની આરએલએશપીની સાથે મળીને લડી હતી. તેમાં ભાજપને 22 સીટ, એલજેપીને 6 સીટ અને આરએલએસપીને 3 સીટ પર જીત મળી હતી. જીતેલી સીટોને છોડ્યા બાદ માત્ર 9 સીટો બચે છે. એવામાં જેડીયુ માટે 17 સીટો છોડવી મુશ્કેલ થઇ શકે છે.