JEE Advanced Result 2021: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી  (IIT)એ જેઈઈ એડવાન્સ્ડ 2021નું પરિણામ જાહેર કરી દીધુ છે. JEE Advanced ની પરીક્ષાનું આયોજન 3 ઓક્ટોબરના રોજ થયું હતું. પરીક્ષામાં સામેલ થયેલા વિદ્યાર્થીઓ JEE Advanced ની ઓફિશિયલ વેબસાઈટ (jeeadv.ac.in) પર તમારું પરિણામ ચેક કરી શકો છો. પરીક્ષામાં IIT દિલ્હીના મૃદુલ અગ્રવાલે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ગુજરાતના 10 છોકરાઓએ પરિણામમાં મેદાન માર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ વિદ્યાર્થીઓ સફળતાને આંબી ગયા
પરીક્ષામાં ગુજરાતના 10 વિદ્યાર્થીઓ ટોપ 100માં આવ્યા છે. 1 લાખ 41 હજાર 699માંથી 41 હજાર 862 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થયા. ગુજરાતના નમન સોનીએ છઠ્ઠો રેન્ક મેળવ્યો. જ્યારે અનંત કિડામ્બીએ 13 મો રેન્ક મેળવ્યો છે. પરમ શાહે 52મો, લિસન કડીવારે 57મો રેન્ક મેળવ્યો. પાર્થ પટેલે 72મો અને રાઘવ અજમેરાએ 93મો ક્રમાંક મેળવ્યો. 57મો રેન્ક મેળવનાર લિસનના પિતા ચાની કિટલી ચલાવે છે. 


JEE Advanced Result 2021: આ રીતે ચેક કરો પરિણામ
1 જેઈઈ એડવાન્સ્ડ ઓફિશિયલ વેબસાઈટ jeeadv.ac.in પર જાઓ. 
2. જેઈઈ એડવાન્સ 2021 રિઝલ્ટ પર ક્લિક કરો. 
3. રજિસ્ટ્રેશન નંબર, રોલ નંબર અને ડેટ ઓફ બર્થ જેવા ક્રેડેન્શિયલ નાખો. 
4. સબમિટ બટન પર ક્લિક કરો અને રિઝલ્ટ તમારી સામે હશે. 
5. ત્યારબાદ રિઝલ્ટની પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો. 


Jeeadv.ac.in પરથી આ રીતે ડાઉનલોડ કરો આન્સર કી
1. જેઈઈ એડવાન્સ્ડની ઓફિશિયલ વેબસાઈટ Jeeadv.ac.in પર જાઓ.
2 હોમપેજ પર For final Answer Keys પર ક્લિક કરો. 
3. ત્યારબાદ આગામી પેજ પર સબ્જેક્ટ પર ક્લિક કરો. 
4. આન્સર કી ડાઉનલોડ થઈ જશે. આ માટે તમારે લોગઈન કરવાની પણ જરૂર નહીં પડે. 
5. તમે આન્સર કી(JEE Advanced Answer Key)ની પ્રિન્ટઆઉટ પણ લઈ શકો છો. 


16 ઓક્ટોબરથી શરૂ થશે કાઉન્સલિંગ
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) તરફથી NIT માં એડમિશન માટે કાઉન્સલિંગની પ્રક્રિયા 16 ઓક્ટોબરથી શરૂ થશે અને જોસા દ્વારા અધિકૃત વેબસાઈટ  josaa.nic.in પર આયોજિત કરાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube