નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) બહુ જલદી JEE મેઈન 2022ના જૂન સત્ર એટલે કે પહેલા તબક્કાની પરીક્ષા માટે એડમિટ કાર્ડ જલદી બહાર પાડી શકે છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે તેઓ અધિકૃત વેબસાઈટ jeemain.nta.nic.in પર જઈને પોતાની હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JEE મેઈન પરીક્ષા 20 જૂન 2022થી શરૂ થશે. એન્જિનિયરિંગની આ પ્રવેશ પરીક્ષા પહેલા એપ્રિલમાં યોજાવવાની હતી પરંતુ ત્યારબાદ સ્થગિત કરાઈ હતી. NTA જેઈઈ મેઈનના એડમિટ કાર્ડ સાથે ફાઈનલ શિડ્યૂલ પણ બહાર પાડી શકે છે. પરીક્ષાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ  jeemain.nta.nic.in પરથી તમામ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકે છે. 


આ રીતે ડાઉનલોડ કરો JEE Main Admit Card 2022...


1. સૌ પ્રથમ અધિકૃત વેબસાઈટ jeemain.nta.nic.in પર જાઓ. 


2. હોમપેજ પર  JEE Mains 2022 Hall Ticket/Admit Card પર કરો ક્લિક. ત્યારબાદ એક નવું પેજ ખુલશે. 


3. લોગ ઈન કરવા માટે એપ્લીકેશન નંબર, જન્મ તારીખ જેવા ક્રેડેન્શિયલ નાખો અને ત્યારબાદ સબમિટનું બટન દબાવો. 


4. સ્ક્રિન પર JEE Mains 2022 Admit Card સ્ક્રિન પર દેખાશે જેને ડાઉનલોડ કરી લો. 


5. ભવિષ્યમાં સંદર્ભ માટે તેની એક પ્રિન્ટઆઉટ પણ તમારી પાસે રાખો. 


ઉમેદવારોને જેઈઈ મેઈન જૂન સત્ર પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવાની સાથે સાથે સલાહ આપવામાં આવે છે કે તેઓ એડમિટ કાર્ડ બરાબર ચકાસી લે અને કોઈ પણ ભૂલ ધ્યાનમાં આવે તો એનટીએને જણાવે. જેઈઈ મેઈન્સ એડમિટ કાર્ડમાં પરીક્ષાની તારીખ, સમય અને પરીક્ષા કેન્દ્ર વિશે માહિતી મળશે. તેને  બરાબર વાંચી લો. એડમિટ કાર્ડની હાર્ડ કોપી અને એક ફોટો આઈડીપ્રૂફ વગર પરીક્ષા હોલમાં પ્રવેશ કરવા નહીં મળે એટલે કાળજીપૂર્વક એડમિટ કાર્ડ મેળવી લેવું. 


Guinness World Records: દરેક દેશવાસી માટે ગૌરવની પળ, NHAI એ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ગિનિસ બુકમાં નોંધાયું નામ


Rajya Sabha Elections: આલિશાન જિંદગી માણી રહ્યા છે 3 રાજ્યોના MLA! મોંઘીદાટ હોટલ-રિઝોર્ટમાં થઈ રહી છે 'મહેમાનગતિ'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube