નવી દિલ્હી: એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા JEE Main નું પરિણામ મંગળવારે મોડી રાતે જાહેર કરવામાં આવ્યું. જેમાં કુલ 44 ઉમેદવારોએ 100 પરસેન્ટાઈલ મેળવ્યા છે. જ્યારે 18 ઉમેદવારોને ટોચનો રેન્ક મળ્યો છે. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ મંગળવારે રાતે આ માહિતી આપી. આ વર્ષે 7.32 લાખ વિદ્યાર્થીઓએ જેઈઈની પરીક્ષા આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે JEE Main વર્ષમાં ચાર વખત આયોજિત થઈ. જેથી કરીને વિદ્યાર્થીઓને પોતાનો સ્કોર સુધારવાની તક મળી શકે. પહેલા તબક્કામાં ફેબ્રુઆરીમાં અને બીજીવાર માર્ચમાં આયોજિત કરાઈ હતી. આગામી તબક્કાની પરીક્ષાઓ એપ્રિલ અને મે મહિનામાં થવાની હતી પરંતુ દેશમાં કોવિડની બીજી લહેરને જોતા સ્થગિત કરાઈ હતી. ત્રીજા તબક્કાની પરીક્ષા 20-25 જુલાઈ સુધી આયોજિત કરાઈ હતી જ્યારે ચોથા તબક્કાની 26 ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી આયોજિત કરાઈ હતી. 


આ રીતે ચેક કરો પરિણામ...
1. અધિકૃત વેબસાઈટ  jeemain.nta.nic.in કે ntaresults.nic.in પર જાઓ.
2. હોમ પેજ પર 'JEE Main 2021 session 4 results' લિંક પર ક્લિક કરો. 
3. તમારી એપ્લેકેશન નંબર, જન્મ તિથિ, સિક્યુરિટી કોડ વગેરે માહિતી ભરો. 
4. ડિટેલ્સ ભરી લીધા બાદ સબમિટ બટન પર ક્લિક કરો. 
5. સત્ર 4 માટે JEE Mainનું પરિણામ સ્ક્રિન પર ખુલશે, તેને ચેક કરો. 
6. JEE Main સિઝન 4નું પરિણામ ડાઉનલોડ કરો  અને આગળ માટે પ્રિન્ટ આઉટ લઈ લો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube