સહારનપુર: પુલવામા આતંકી હુમલાને અંજામ આપનારા જૈશ એ મોહમ્મદના બે આતંકીઓની આજે યુપીના સહારનપુરથી પોલીસે ધરપકડ  કરી. ધરપકડ કરાયેલા એક આતંકીનું નામ શાહનવાઝ અહેમદ તેલી છે. પોલીસનું કહેવું છે કે આ આતંકી જૈશ માટે આતંકીઓની ભરતીનું કામ કરે છે.  મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલો આતંકી કુલગામનો રહીશ છે. પકડાયેલા બીજા આતંકીનું નામ આકિબ અહેમદ મલિક છે. જે પુલવામાનો રહીશ છે. આ બંનેની ધરપકડ દેવબંધની હોસ્ટેલમાંથી  કરવામાં આવી છે. બંને અહીં વિદ્યાર્થીઓ બનીને રહેતા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુપી પોલીસના ડીજીપી ઓપી સિંહે મીડિયાને કહ્યું કે શાહનવાઝ જૈશ સાથે જોડાયેલો છે, તે એક્ટિવ મેમ્બર છે અને નવી ભરતી માટે અહીં આવ્યો હતો. આ બંને પાસેથી 32 બોરની પિસ્તોલ મળી આવી છે. 30 જીવિત કારતૂસ મળ્યાં છે. પોલીસને આ લોકો પાસેથી અનેક જેહાદી વાતચીતના દસ્તાવેજ મળ્યા છે. આ બંનેમાંથી શાહનવાઝને ગ્રેનેડ લોન્ચ કરવામાં એક્સપર્ટ ગણવામાં આવે છે. પોલીસે કહ્યું કે બંનેને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માગણી કરાશે. પૂછપરછમાં અમે તેમનો શું લક્ષ્ય હતો અને કોણ  તેમને ફંડિંગ કરી રહ્યું હતું તે અંગે જાણકારી મેળવવા ઈચ્છીશું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...