જેટ એરવેઝ દુર્ઘટના: 5 યાત્રીઓને હળવી બહેરાશ, યાત્રા નહી કરવાની સલાહ
મુંબઇથી જયપુર જઇ રહેલી જેટ એરવેઝની ફ્લાઇટમાં ક્રૂ મેંબર પ્રેશન સ્વિચ મેન્ટેન કરવાનું ભુલી જતા અનેક યાત્રીઓનાં નાક અને કાનમાંથી લોહી નિકળવા લાગ્યું હતું
જયપુર : મુંબઇથી જયપુર જઇ રહેલ જેટ એરવેઝની ફ્લાઇટમાં પાયલોટ દ્વારા કેબિન પ્રેસન નિયંત્રિત નહી કરવાનાં કારણે ગણા યાત્રીઓનાં નાક અને કાનમાંથી લોહી નિકળવા લાગ્યું હતું. આ ઘટના બાદ પાંચ યાત્રીઓને સાંભળવામાં તકલીફ થવા લાગી હતી. જો કે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
અધિકારીઓનાં અનુસાર પાંચ યાત્રીઓ અન્વેષણ રે (39), મુકેશ શર્મા (31), વિકાસ અગ્રવાલ (31), દામોદર દાસ (37) અને અંકુર કાલા (38)ની ડૉ. બાલાભાઇ નાણાવટી હોસ્પિટલમાં ઇએનટી સ્પોશ્યાલિસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. નાણાવટી હોસ્પિટલનાં મુખ્ય અધિકારી રાજેન્દ્ર પાટનકરે કહ્યું કે, તેમની તબિયત સ્થિર છે અને તેમને દાખલ કરવા માટેની જરૂર નથી.
હળવી બહેરાશની ફરિયાદ
પાટનકરે કહ્યું કે, ઇએનટી ડોક્ટર્સ દ્વારા તેમની તપાસ કરવામાં આવી. જેમાં સામે આવ્યું કે, યાત્રીઓને કાનનાં બારોટ્રોમાંની અસર છે. જે હવાનાં દબાણમાં અચાનક પરિવર્તનનાં કારણે થાય છે. તેમણે કહ્યું કે, પાંચેય દર્દીઓને આંશિક બહેરાશની ફરિયાદ છે. જે સંપુર્ણ સ્વસ્થય થતા 10 દિવસ જેટલો સમય લાગશે. ત્યાં સુધી તેમને હવાઇ મુસાફરી નહી કરવા માટેની સલાહ આપવામાં આવી છે. પાટનકરે કહ્યું કે, હળવી બહેરાશની સારવાર માટે જે દવાઓની જરૂર હતી તે તેમને આપી દેવાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિમાન જયપુર જઇ રહ્યું હતું. જેવી વિમાને ઉડ્યન કરી ત્યારે એર કંડીશન કામ નહોતા કરી રહ્યા. અંદર શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. ઉડ્યન કર્યાની 15થી 20 મિનિટરની અંદર ઓક્સિજન માસ્ક બહાર આવી ગયા હતા. જો કે ઉપયોગ કરવો કે નહી તે અંગે કોઇ નિર્દેશ નહોતા અપાય.પાયલોટ દ્વારા પરત ફર્યાની માહિતી પણ નહોતી અપાઇ. લેન્ડિંગ દરમિયાન પણ વિમાનમાં ઘણુ પ્રેશર હતું. તેમણે કાન બંધ કરી દીધા હતા. કેટલાક પેસેન્જર્સ થોડા સમય માટે બેહોશ પણ થઇ ગયા હતા.