મુંબઇ: જેટ એરવેઝની ફ્લાઇટ (Jet Airways flight)માં ક્રૂઝની એક વિચિત્ર ભૂલના લીધે લગભગ સોથી વધુ યાત્રીઓનો જીવ જોખમમાં મુકાયો. ક્રૂની ભૂલના લીધે લગભગ 30 મુસાફરોના નાક અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું, જેના લીધે મુંબઇથી જયપુર (Jet Airways Mumbai-Jaipur flight) માટે 166 મુસાફરો સાથે ઉડાણ ભરનાર જેટ એરવેઝની ફ્લાઇટ આજે સવારે ટેકઓફ બાદ તાત્કાલિક મુંબઇ ઉતારવું પડ્યું હતું. આ જાણકારી સમાચાર એજન્સી એએનઆઇએ આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, જેટ એરવેઝની મુંબઇ-જયપુર ઉડાન )ને ટેકાઓફ બાદ મુંબઇ પરત ઉતારવી પડી, કારણ કે ટેકઓફ દરમિયાન ક્રૂ કેબિન પ્રેશરને યથાવત રાખવાની સ્વિચ દબાવવી ભૂલી ગયા હતા, જેના લીધે 166માંથી 30 મુસાફરોના નાક અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું, અને કેટલાકને માથાના દુખાવાની સમસ્યા થઇ. આ મુસાફરોની મુંબઇ એરપોર્ટ પર સારવાર કરવામાં આવી રહી છે.


જોકે, હવે જેટ એરવેઝની આ ઉડાનના ક્રૂને ડ્યૂટી પરથી હટાવી દેવામાં આવ્યો છે, જેમાં કેબિન પ્રેશર યથાવત ન રાખવાના લીધે યાત્રીઓના કાન-નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું, અને તેને ટેકઓફ બાદ પરત મુંબઇ ઉતારવું પડ્યું હતું. નાગરિક ઉડ્ડયનના ડીજીસીએના અનુસાર એરક્રાફ્ટ એક્સિડે6ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) તપાસ શરૂ કરી દીધી છે.