નવી દિલ્હી : આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલ જેટ એરવેઝે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ ઇકોનોમિક ક્લાસમાં ફ્રી મીલ નહી આપવામાં આવે. મળતી માહિતી અનુસાર આ નિર્ણય જાન્યુઆરીથી લાગુ થશે અને આ મહિનાથી જેટ એરવેઝ ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ફ્રી મીલને બંધ કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી અનુસાર ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ફુલ સર્વિસ એરલાઇન હોવા છતા હવે જેટ એરવેઝમાં ફ્રી મીલ ઇકોનોમી ક્લાસમાં નહી મળે. જો કે ઇકોનોમિ ક્લાસ પેસેન્જર્સને ઓનબોર્ડ મીલ ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે. 
અનુષ્કા 3 મહિના સુધી વ્હીલચેરમાં, વિરાટ કોહલી પણ થઇ ગયો પરેશાન...

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલગ અલગ સુવિધાઓ હેઠળ 5 વર્ગોમાં જેટ એરવેઝ ઇકોનોમિ ક્લાઇસ હવાઇ ભાડુ આપે છે. જેટ એરવેઝએ પહેલા જ 2 વર્ગોની ઇકોનોમી ક્લાસ ભાડામાં ફ્રી મળવાનો બંધ કરી દેવામાં આવ્યો હતો અને હવે 7 જાન્યુઆરીથી સમગ્ર ઇકોનોમી ક્લાસમાં મીલ આપવાનું બંધ કરી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેટ એરવેઝ નુકસાન કરી રહી છે. જેનાં કારણે તે પોતાનો નફો વધારવા માટે વિવિધ પ્રયાસો કરી રહી છે.


બુલંદશહેર હિંસામાં પોલીસનું આખી રાત સર્ચ ઓપરેશન, 2 લોકોની ધરપકડ...


જો કે બિઝનેસ ક્લાસનાં મુસાફરોને ઓનબોર્ડ મીલની સુવિધા ચાલુ રહેશે સાથે જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ઇકોનોમી ક્લાસનાં પેસેન્જર્સને ઓનબોર્ડ મિલની સુવિધા આપવામાં આવશે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, આંતરરાષ્ટ્રીય સંકટ સામે લડી રહેલ જેટ એરવેઝ દર તે રસ્તાને અખતિયાર કરવાનો પ્રયાસ કરી રહી છે. જેનાંથી ખર્ચામાં ઘટાડો થઇ શકે અને ખોટમાં ચાલી રહેલ કંપનીને નફાકારત બનાવી શકાય.