ભારતીય સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓમાંથી એક છે. ભારતીય સેના સતત પોતાને અત્યાધુનિક હથિયારો અને ટેક્નોલોજીથી અપગ્રેડ કરતી રહે છે. આ જ કડીમાં રક્ષા મંત્રાલયે હાલમાં જ ભારતીય સેના દ્વારા હિમાલયન રેન્જમાં નિગરાણી માટે રોબટ્સ અને જેટપેકની કમર્શિયલ બિડ બહાર પાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન સાથે જોડાયેલી સરહદો સહિત અત્યંત સંવેદનશીલ સરહદ વિસ્તારોમાં વ્યૂહાત્મક ગતિશીલતા વધારવાના હેતુથી ભારતીય સેનાએ એક બ્રિટિશ કંપની ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવેલા જેટપેક સૂટની ટ્રાયલ શરૂ કરી છે. ઈન્ડિયન આર્મીના અધિકારીઓએ મંગળવારે આગ્રામાં ઈન્ડિયન આર્મી એરબોર્ન ટ્રેનિંગ સ્કૂલ (AATS) માં ડિવાઈઝનું પ્રદર્શન કર્યું છે. જેનો વીડિયો પણ તેમણે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયો જોઈને તમે સમજી જશો કે આ ભારતીય સેનાના જવાનો માટે કેટલું ફાયદાકારક રહેશે. 


ઈન્ડિયન એરોસ્પેસ ડિફેન્સે શેર કર્યો વીડિયો
ઈન્ડિયન એરોસ્પેસ ડિફેન્સ ન્યૂઝ (IADN) એ ટ્વિટર પર કેટલાક વીડિયો શેર કર્યા. આ વીડિયોમાં ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝના સંસ્થાપકના રિચર્ડ બ્રાઉનિંગ પોતાના જેટપેક સિસ્ટમનો ડેમો આપતા અને આગ્રામાં એક જળ શાખા અને ખેતરો પર ઉડતા જોઈ શકાય છે. ઈન્ડિયન એરોસ્પેસ ડિફેન્સ ન્યૂઝ (IADN) એ ટ્વીટ કરીને લખ્યું કે ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝના સંસ્થાપક રિચર્ડ બ્રાઉનિંગે આગ્રામાં ભારતીય સેનાને પોતાનો જેટપેક સિસ્ટમનો ડેમો આપ્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube