ઝાંસીઃ ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં શુક્રવારે ગમખ્વાર અકસ્માત થયો છે. અહીં ટ્રેક્ટર ટ્રોલી બેકાબૂ થઈને પલટી મારી છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારમાં 7 મહિલાઓ સહિત ચાર બાળકો સામેલ છે. દુર્ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બધા ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે આ દુર્ઘટના ચિરગાંવ ક્ષેત્રના ભાંડેર રોડ પર થઈ છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેક્ટર ટ્રોલીમાં કુલ 30થી 32 લોકો બેઠા હતા. ભાંડેર રોડ પર સામેથી અચાનક ગાય આવવા પર ટ્રેક્ટર બેકાબૂ થઈ ગયું. ત્યારબાદ ખેતરમાં પલટી મારી ગયું હતું. આ ટ્રેક્ટરમાં બેઠેલી સાત મહિલા અને ચાર બાળકો સહિત કુલ 11 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે. 


આ પણ વાંચોઃ PM મોદીએ 7 નવી રક્ષા કંપનીઓની શરૂઆત કરી, ફાઇટર પ્લેનથી લઈને પિસ્તોલ સુધીની વસ્તુ થશે તૈયાર


પોલીસે ઈજાગ્રસ્તોને મોકલ્યા હોસ્પિટલ
પોલીસ અનુસાર ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર લોકો પંડોખરથી ઝાંસીના ચિરગાંવ તરફ જઈ રહ્યાં હતા. ત્યારે રસ્તામાં ભયાનક દુર્ઘટના સર્જાય. માહિતી મળતા પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડ્યા છે. તો મૃત્યુ પામનાર લોકોનું પંચનામુ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે અકસ્માત સ્થળ પર અવરજવરને સામાન્ય કરી દેવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube