રાંચીઃ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા... આ તબક્કામાં 43 વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે... પ્રચારના અંતિમ દિવસે NDA અને ઈન્ડિયા ગઠબંધનના સ્ટાર પ્રચારકોએ પોત-પોતાના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ અને જનસભાઓ ગજવી... ત્યારે પહેલા તબક્કામાં કેટલા જિલ્લામાં મતદાન થશે?... રાજકીય પક્ષોએ કયા-કયા ચૂંટણી મુદ્દાઓથી મતદારોને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો?... જોઈશું આ અહેવાલમાં.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક દાવા ઝારખંડના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે શાસક અને વિપક્ષના રાજકીય નેતાઓએ કર્યા... કેમ કે ઝારખંડમાં પહેલા તબક્કાની ચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન થવાનું છે... જેમાં NDA અને ઈન્ડિયા ગઠબંધનના વિવિધ સ્ટાર રાજકીય પ્રચારકો મેદાનમાં ઉતર્યા અને મતદારોને પોતાની તરફેણમાં લાવવા માટે આક્રમક પ્રચાર કર્યો... 


મતદારોને રીઝવવા માટે ભાજપના નેતાઓએ બેક ટુ બેક રેલીઓ ગજવી... જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરાયકેલા, સિમડેગા અને તમાડમાં રેલી કરીને સોરેન સરકાર પર આકરા પ્રહાર કર્યા... 


આ તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બેક ટુ બેક 4 રેલીઓ કરી... જેમાં તેમણે અહીંયા પણ બટેગે તો કટેગે નારાને વધારે બુલંદ કરવાનો પ્રયાસ કર્યો... 


આ પણ વાંચોઃ ભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેર


યોગી આદિત્યનાથના નારા પર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર નિશાન સાધ્યું... અને તેમના પર મુખ મેં રામ, બગલ મેં છૂરી ચલાવવાનો આરોપ લગાવ્યો... 


ઝારખંડ મુક્તિ મોરચા તરફથી હેમંત સોરેન અને તેમના પત્ની કલ્પના સોરેને મોરચો સંભાળી લીધો... હેમંત સોરેને તાબડબોડ રેલીઓ ગજવી... તો કલ્પના સોરેને પણ ઉમેવારોના સમર્થનમાં અનેક જનસભાઓ કરી...  જેમાં તેમણે કહ્યું કે ભાજપના નેતાઓએ લગાવેલા તમામ આરોપોનો જડબાતોડ જવાબ મતદારો મતદાનના દિવસે આપશે... 


પહેલા તબક્કાનું મતદાન 13 નવેમ્બરે યોજાશે... જેમાં 43 બેઠક પર મતદારો લોકશાહીના પર્વની ઉજવણી કરશે... ત્યારે એ જોવાનું રહેશે કે આ વખતે મતદારો કોને સત્તાનું સુકાન સોંપે છે?.