નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણી-2019 (Jharkhand Assembly Election 2019)માં મોટા ભાગની સીટોના પરિણામ આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી રાજ્યની સત્તામાંથી બહાર થઈ ગઈ છે. જેએમએમ+કોંગ્રેસ+આરજેડીનું ગઠબંધનને બહુમતી મળી છે. જમશેદપુર ઈસ્ટ સીટ પરથી મુખ્યપ્રધાન રઘુબર દાસ પણ ચૂંટણી હારી ગયા છે. ભારતીય જનતા પાર્ટીનો પરાજય થતાં રઘુબર દાસે મુખ્યપ્રધાન પદેથી પણ રાજ્યપાલને રાજીનામું આપી દીધું છે. હવે જેએમએમના નેતા હેમંત સોરેન રાજ્યના આગામી મુખ્યપ્રધાન બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાગઠબંધનને મળી 47 સીટ
રાજ્યની કુલ 81 સીટોમાથી જેએમએમ+કોંગ્રેસ+આરજેડીના ગઠબંધને 47 સીટો કબજે કરી છે. તો ભારતીય જનતા પાર્ટીને 25 જેવીએમને 3, આજસૂને 2 તથા અન્યના ફાળે 4 સીટો ગઈ છે. આ સાથે હવે આ મહાગઠબંધન રાજ્યમાં આગામી સરકાર બનાવશે. 



પાર્ટી જીત
ભાજપ 25
જેએમએમ+કોંગ્રેસ 47
જેવીએમ 3
આજસૂ 2
અન્ય 4

પીએમ મોદીએ ઝારખંડની જનતાનો માન્યો આભાર
પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું, 'હું ઝારખંડના લોકોનો ધન્યવાદ આપુ છું કે તેમણે ભાજપને ઘણા વર્ષો સુધી રાજ્યની સેવા કરવાનો અવસર આપ્યો. હું પાર્ટીના મહેનતું કાર્યકર્તાઓની પણ તેના પ્રયાસો માટે પ્રશંસા કરુ છું. અમે આવનારા સમયમાં રાજ્યની સેવા અને લોકોને કેન્દ્રીત મુદ્દા ઉઠાવીશું.'


ઝારખંડમાં હાર પર શું બોલ્યા શાહ
અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું, 'અમે ઝારખંડની જનતા દ્વારા આપવામાં આવેલા જનાદેશનું સન્માન કરીએ છીએ. ભાજપને 5 વર્ષ સુધી પ્રદેશની સેવા કરવાની જે તક આપી હતી તે માટે અમે જનતાનો હ્રદયથી આભાર માનીએ છીએ.' ભાજપ સતત પ્રદેશના વિકાસ માટે સમર્પિત રહેશે. તમામ કાર્યકર્તાઓને તેના પરિશ્રમ માટે અભિનંદન. 


ઉલ્લેખનીય છે કે અમિત શાહે ઝારખંડ ચૂંટણીમાં ઘણી રેલી સંબોધી હતી. તેમને 2014 બાદ ભાજપના ચાણક્ય માનવામાં આવે છે, પરંતુ છેલ્લી કેટલિક ચૂંટણીમાં પાર્ટીના હાથમાથી ઘણા રાજ્યો નિકળી ગયા છે. ચૂંટણી વિશ્લેષક તે પણ કહે છે કે, ગૃહપ્રધાન જેવું મહત્વનું પદ સંભાળ્યાને કારણે તેઓ પાર્ટીના વિસ્તારમાં વધુ સમય આપી શકતા નથી. પહેલા તેઓ ચૂંટણી વાળા રાજ્યોમાં બુથ સ્તર સુધીની રણનીતિ તૈયાર કરતા હતા અને તેને પોતાની દેખરેખમાં અંત સુધી પહોંચાડતા હતા.