Jharkhand Election LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી મતદાન, પોલીસ ફાયરિંગ એકનું મોત, 6 ઘાયલ
Jharkhand Election News: ઝારખંડ વિધાનસભા ચૂંટણી મતદાન દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી છે. સિસઇ બુથમાં પોલીસે ફાયરિંગ કરવું પડ્યું છે. જેમાં એકનું મોત નીપજયું છે જ્યારે પોલીસ સહિત છ લોકો ઘાયલ થયા છે.
રાંચી : ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કામાં 20 બેઠકો માટે શનિવારે સવારથી મતદાન ચાલી રહ્યુ છે. જ્યાં ફાયરિંગ જેવી ઘટના સામે આવી છે. ગુમલામાં બબાલ અને પોલીસ પર ફાયરિંગ કરાતાં મામલો ગરમાયો હતો. જેમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું છે અને આ ઘટનામાં એકનું મોત નીપજ્યું છે જ્યારે પોલીસ સહિત છ લોકો ઘવાયા છે.
રાંચી રેન્જ ડીઆઇજી એ.વી. હોમકરે કહ્યું કે, ગુમલાના જિલ્લા અધિકારી સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર છે. સ્થિતિને કાબુમાં લેવામાં આવી રહી છે. જોકે હજુ સુધી કોઇ મોટી જાનહાનિની વિગતો નથી આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુમલા જિલ્લાના બુથ સંખ્યા 36 પર બબાલ ત્યારે શરૂ થઇ કે જ્યાં મતદાન માટે મોડું કરાતાં લોકોમાં ગુસ્સો પ્રસર્યો હતો. લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો, જેના જવાબાં પોલીસે ફાયરિંગ કર્યું. જેમાં એક યુવકને ગોળી વાગતાં એની હાલત હોવાનું સામે આવી રહ્યું છે.
ચૂંટણી પંચે ગુમલા જિલ્લા તંત્ર પાસે આ અંગે જવાબ માંગ્યો છે. ઝારખંડની 20 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે.