Jharkhand Election Exit Poll Results 2024: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો આજે (20 નવેમ્બર) સંપન્ન થઈ ગયો છે. રોજગાર, વિકાસ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને ઘૂષણખોરી જેવા મુદ્દા પર લડાયેલી ચૂંટણીમાં ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં બંધ થઈ ગયું છે. 81 સભ્યોવાળી વિધાનસભા ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે પરંતુ તે પહેલા એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. આવો જાણીએ એક્ઝિટ પોલમાં કઈ પાર્ટીની સરકાર બની રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Matrize એક્ઝિટ પોલ
Matrize એક્ઝિટ પોલ પ્રમાણે રાજ્યમાં ભાજપની સરકાર બની શકે છે. ભારતીય જનતા પાર્ટીને 42-47 સીટો મળી શકે છે. આ સિવાય ઝારખંડ મુક્તિ મોર્ચા-કોંગ્રેસને 25-30 સીટો મળી શકે છે. તો અન્યના ખાતામાં 1થી 4 સીટ આવી શકે છે. 


People's Pulse નો એક્ઝિટ પોલ શું કહે છે
People's Pulse ના એક્ઝિટ પોલમાં પણ ભાજપ આગળ છે. ભાજપને 42-48 સીટો મળી શકે છે. આ સિવાય ઝારખંડ મુક્તિ મોર્ચાને 16થી 23 સીટો મળી શકે છે. જ્યારે આજસૂને 2થી 5 અને કોંગ્રેસને 8થી 14 સીટ મળી શકે છે. 


આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA, કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલના પરિણામ


P Marq ના એક્ઝિટ પોલમાં ઈન્ડિયા ગઠબંધન આગળ
P Marq ના એક્ઝિટ પોલમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. પરંતુ તેમાં જેએમએમ-કોંગ્રેસ ગઠબંધન આગળ છે. ઈન્ડિયા ગઠબંધનને 37-47 સીટો મળી શકે છે. જ્યારે ભાજપને 31-40 સીટો મળી શકે છે. 


Times Now-JVC
ટાઈમ્સ નાઉ-જેવીસીના એક્ઝિટ પોલ પ્રમાણે ઝારખંડમાં ભાજપના ખાતામાં 40થી 44 સીટો આવી શકે છે. જ્યારે જેએમએમ-કોંગ્રેસ ગઠબંધનને 30થી 40 સીટ મળી શકે છે. તો આજસૂના ખાતામાં એક સીટ આવી શકે છે.


People's Pulse
ઝારખંડમાં People's Pulse ના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે. ભાજપને 42-48 સીટો મળી શકે છે. જ્યારે જેએમએમને 16થી 23, આજસૂને 2થી 5 અને અન્યને 8થી 14 સીટો મળી શકે છે.