Jharkhand election: અમે ઝારખંડની જનતાના જનાદેશનું સન્માન કરીએ છીએ, હાર પર બોલ્યા અમિત શાહ
ઉલ્લેખનીય છે કે અમિત શાહે ઝારખંડ ચૂંટણીમાં ઘણી રેલી સંબોધી હતી. તેમને 2014 બાદ ભાજપના ચાણક્ય માનવામાં આવે છે, પરંતુ છેલ્લી કેટલિક ચૂંટણીમાં પાર્ટીના હાથમાથી ઘણા રાજ્યો નિકળી ગયા છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન (Union Home Minister) અને ભાજપના અધ્યક્ષ (BJP) અમિત શાહે ઝારખંડમાં પાર્ટીની હારનો સ્વીકાર કરતા જનતાનો 5 વર્ષ સુધી સેવાની તક આપવા માટે આભાર માન્યો છે. ભાજપે અહીં ઝારખંડ મુક્તિ મોર્ચા-કોંગ્રેસ અને આરજેડી (JMM-Congress-RJD)ના ગઠબંધન સામે હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ મુખ્યપ્રધાન રઘુવર દાસ પણ અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે, જો ભાજપ હારે તો ચોક્કસપણે તેમની હાર હશે.
અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું, 'અમે ઝારખંડની જનતા દ્વારા આપવામાં આવેલા જનાદેશનું સન્માન કરીએ છીએ. ભાજપને 5 વર્ષ સુધી પ્રદેશની સેવા કરવાની જે તક આપી હતી તે માટે અમે જનતાનો હ્રદયથી આભાર માનીએ છીએ.' ભાજપ સતત પ્રદેશના વિકાસ માટે સમર્પિત રહેશે. તમામ કાર્યકર્તાઓને તેના પરિશ્રમ માટે અભિનંદન.
વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube