ઝારખંડ વિધાનસભા ચુંટણી: ચોથા તબક્કાનું મતદાન શરૂ, 15 સીટો પર થઇ રહ્યું છે મતદાન
ચાર જિલ્લાની 15 વિધાનસભા સીટો પર યોજાનારા ચોથા તબક્કાની ચુંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. ચોથા તબક્કામાં કુલ 221 ઉમેદવાર છે, જેમાં 23 મહિલાઓ સામેલ છે. 15 સીટોમાંથી ત્રણ અનુસૂચિત જાતિ માટે અનામત છે. જ્યારે બાકી 12 સામાન્ય વર્ગની સીટો છે.
નવી દિલ્હી: ચાર જિલ્લાની 15 વિધાનસભા સીટો પર યોજાનારા ચોથા તબક્કાની ચુંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. ચોથા તબક્કામાં કુલ 221 ઉમેદવાર છે, જેમાં 23 મહિલાઓ સામેલ છે. 15 સીટોમાંથી ત્રણ અનુસૂચિત જાતિ માટે અનામત છે. જ્યારે બાકી 12 સામાન્ય વર્ગની સીટો છે. અનુસૂચિત જાતિ માટે જે સીટોને અનામત કરવામાં આવી છે, તેમાં દેવઘર, જમુઆ અને ચંદનકિયારી સામેલ છે. તો બીજી તરફ મધુપુર, બગોદર, ગાંડે, ગિરિડીહ, ડુમરી, બોકારો, સિંદરી, નિરસા, ધનબાદ, ઝરિયા, ટુંડી અને બાધમારા સીટો સામાન્ય શ્રેણીમાં સામેલ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube