નવી દિલ્હી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી (jharkhand assembly election results 2019) ના પરિણામોનો આજે દિવસ છે અને આજનો દિવસ ભાજપ (BJP) માટે ઝટકા સમાન છે. કારણ કે જે રીતે ટ્રેન્ડ ચાલી રહ્યાં છે તે મુજબ હેમંત સોરેનના નેતૃત્વવાળા ગઠબંધને 51નો જાદુઈ આંકડો પાર કરી લીધો જણાય છે. જો અંતિમ પરિણામો પણ આ જ રહ્યાં તો મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડ (Jharkhand)  પણ ભાજપ ગુમાવે તેવી પરિસ્થિતિ થઈ છે. છેલ્લા એક વર્ષના વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર નાખીએ તો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડ પણ ભાજપના હાથમાંથી જઈ રહ્યું છે. આ જ રીતે જો દેશના તમામ રાજ્યો પર નજર નાખીએ તો 2017ના અંત સુધીમાં ભાજપનું દેશના 71 ટકા ભૂભાગ પર શાસન હતું પરંતુ 2019ના અંત સુધીમાં તો તેનું લગભગ 35 ટકા ભૂભાગ પર શાસન જોવા મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jharkhand Assembly Election Results: BJPના હાથમાંથી ગઈ સત્તા!, જાણો ઉલટફેરના પાંચ મહત્વના કારણ


માર્ચ 2018સુધીમાં 21 રાજ્યો ભગવા રંગે રંગાયેલા હતા
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રચંડ જીત મેળવીને સ્પષ્ટ બહુમત મેળવ્યો હતો. ત્યારબાદ ભાજપ એક બાદ એક રાજ્યમાં સત્તા મેળવતી ગયો. 2014માં ભાજપના નેતૃત્વવળા એનડીએની ફક્ત 7 રાજ્યોમાં સરકાર હતી. અહીંથી ભાજપે પરચમ લહેરાવવાનો શરૂ કર્યો હતો. પાર્ટી એક બાદ એક રાજ્ય મેળવતી ગઈ. તે જ વર્ષે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ફતેહ મેળવી. 2017માં યુપીમાં પણ જબરદસ્ત જીત મેળવી. 2018 આવતા તો 21 રાજ્યો ભગવા રંગમાં રંગાઈ ગયા હતાં. આ રાજ્યોમાં કા તો ભાજપની સરકાર હતી અથવા તો ભાજપની ગઠબંધન સરકાર. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....