lockdown 2021: દિલ્હી બાદ હવે આ રાજ્યમાં 7 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત
રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે હેમંત સોરેન સરકારે પ્રદેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે.
રાંચીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લૉકડાઉનની જાહેરાત બાદ હવે કોરોના સંક્રમણ (Corona virus) રોકવા માટે ઝારખંડ સરકારે પણ સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. આ લૉકડાઉન 22 એપ્રિલથી 29 એપ્રિલ વચ્ચે કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યુ કે, ઝારખંડમાં 'સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહ'ના નામથી 22 એપ્રિલથી એક સપ્તાહનું લૉકડાઉન કરવામાં આવશે.
કઈ વસ્તુને મળશે છૂટ
પરંતુ આ લૉકડાઉન દરમિયાન કેટલીક વસ્તુને છૂટ આપવામાં આવી છે. આ દરમિયાન જરૂરી સેવાઓને છૂટ રહેશે. આ સાથે ધાર્મિક સ્થળ ખુલ્લા રહેશે પરંતુ શ્રદ્ધાળુઓની ભીડને મંજૂરી નથી. આ સિવાય ખાણ, ખેતી અને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી ગતિવિધિઓ ચાલુ રહેશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube