ઝારખંડમાં નવી સરકાર બનવાને લઈને અત્યાર સુધી રાજભવનની ચૂપ્પીને કારણે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોંગ્રેસ વિધાયકોની ચિંતા વધી ગઈ છે. ગઠબંધનમાં સામેલ તમામ વિધાયકોને એકજૂથ રાખવાની કોશિશ થઈ રહી છે. આ કોશિશ હેઠળ જેએમએમ-કોંગ્રેસના લગભગ ત્રણ ડઝન વિધાયકો વિશેષ વિમાનથી રાંચીથી હૈદરાબાદ જવા માટે એક સાથે સર્કિટ  હાઉસ માટે એરપોર્ટ જવા નીકળ્યા પરંતુ ખરાબ હવામાનને કારણે વિશેષ વિમાનના પાઈલટે ઉડાણ ભરવાની ના પાડી દીધી. ત્યારબાદ તમામ વિધાયકો રાંચી એરપોર્ટથી પાછા સર્કિટ હાઉસ આવી ગયા. બીજી બાજુ 24 કલાક વીતવા છતાં નિર્ણય ન થવાના કારણે જેએમએમ-કોંગ્રેસ નેતાઓમાં બેચેનીનો માહોલ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી બાજુ ભાજપ તરફથી શુક્રવારે પાર્ટીની વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડી અને પ્રભારી લક્ષ્મીકાંત વાજપેયી સહિત કેટલાક કેન્દ્રીય નેતાઓના પણ હાજર રહેવાની આશા છે. ઝારખંડમાં વધેલી રાજકીય હલચલના કારણે ગુરુવારે જ ભાજપના પ્રભારી લક્ષ્મીકાંત વાજપેયી સહિત કેટલાક કેન્દ્રીય નેતા પણ હાજર રહે તેવી આશા છે. ઝારખંડમાં વધેલી રાજકીય હલચલ વચ્ચે ગુરુવારના રોજ ભાજપ પ્રભારી લક્ષ્મીકાંત વાજપેયી રાંચી પહોંચ્યા. શુક્રવારે રાંચીમાં ભાજપ વિધાયકોની થનારી બેઠકમાં હાલના રાજકીય હાલાત અને સરકારને લઈને ચર્ચા થશે. 


એનડીએમાં સામેલ આજસૂ પાર્ટીની પણ નજર
આ બધા વચ્ચે એનડીએમાં સામેલ પ્રમુખ ઘટક પક્ષ આજસૂ પાર્ટી તરફથી પણ બદલાયેલા રાજકીય ઘટનાક્રમ પર નજર રાખવામાં આવી રહી છે. આજસૂ પ્રવક્તા દેવશરણ ભગતના જણાવ્યાં મુજબ બદલાતા રાજનીતિક હાલાત પર પાર્ટીની નજર છે અને પાર્ટીની અંદર તેના પર મંથન ચાલી રહ્યું છે. આજસૂ પાર્ટીના 3 ધારાસભ્ય છે, જ્યારે ભાજપના 26 ધારાસભ્ય છે. આ ઉપરાંત એનડીએને બે અપક્ષ ધારાસભ્ય સરયુ રાય અને અમિત યાદવનું પણ સમર્થન મળેલું છે. 


બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનનું નવું ઠેકાણું હવે હોટવાર જેલનો અપર ડિવિઝનનો  બ્લોક બીમાં રૂમ નંબર એક છે. હેમંત સોરેનને હાલ આ રૂમમાં રાખવામાં આવ્યા છે. હેમંત સોરેનના જેલમાં પહોચ્યા પહેલા જેલ પ્રશાસન તરફથી સાફ સફાઈનું કામ કરવામાં આવ્યું હતું. હેમંત સોરેનના પૂર્વ મુખ્યમંત્રી રહેવાના કારણએ જેલ મેન્યુઅલ હેઠળ અનેક સુવિધાઓ મળશે, જે સામાન્ય કેદીઓને મળતી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube