Political Crisis In Jharkhand: ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે બે ચાર્ટર્ડ પ્લેન રાંચી એરપોર્ટ પર ઉતર્યા છે. એવું કહેવાય છે કે એક ચાર્ટર્ડ પ્લેન 10 સીટરનું છે જ્યારે બીજુ 33 સીટનું છે. તેનો ઉપયોગ વિધાયકોને હૈદરાબાદ લઈ જવા માટે થઈ શકે છે. બીજી બાજુ રાંચીથી બસોમાં બેસીને વિધાયકો એરપોર્ટ પહોંચી રહ્યા છે. જો કે હજુ પણ એ સ્પષ્ટ નથી કે કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ લઈ જવાશે. પરંતુ એ નક્કી છે કે હવે ઝારખંડમાં 'વિધાયક બચાવો મુહમ' શરૂ થઈ ગઈ છે. તેનું કારણ એ છે કે ભાજપે એક્શન પ્લાન પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે અને તે પણ સરકાર બનાવવાની સંભાવનાઓ શોધવામાં પાછળ નથી. જો કે છેલ્લે મળતી માહિતી મુજબ હવે ખરાબ હવામાનના પગલે ફ્લાઈટ હાલ રદ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરાબ હવામાનના પગલે ફ્લાઈટ રદ
જો કે ઝારખંડના રાંચી એરપોર્ટથી વિધાયકોને હૈદરાબાદ લઈને જનારી ફ્લાઈટ ખરાબ હવામાનના પગલે રદ કરવામાં આવી છે. જેએમએમ સહિત અન્ય પક્ષોના વિધાયકો એરપોર્ટથી પાછા ફર્યા છે. તેમણે કહ્યું કે ફ્લાઈટ જવા માટે વિઝિબિલિટીની જરૂર હતી જે પૂરતી નહતી. એરપોર્ટ ડાયરેક્ટરે પણ જાણકારી આપતા કહ્યું કે વિધાયકોને ચાર્ટર પ્લેન દ્વારા હૈદરાબાદ લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ હવે વિધાયકોને પાછા રાજકીય અતિથિશાળામાં લઈ જવાની તૈયારી થઈ રહી છે. 


આ સમગ્ર મામલે જેએમએમનું પણ નિવેદન સામે આવ્યું છે.  કહ્યું છે કે જ્યારે મરઘીને એમ લાગે કે તેના બાળક પર ગીધની નજર છે તો તે આ રીતે બચાવે છે. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ચંપઈ સોરેન બે વાર રાજ્યપાલને મળ્યા પરંતુ હજુ પણ તેમને શપથગ્રહણનો સમય અપાયો નથી. આવામાં હવે ઝારખંડ મુક્તિ મોરચા ગઠબંધને પોતાના વિધાયકોને બચાવવાનું અભિયાન શરૂ કરી દીધુ છે. ચંપઈએ રાજ્યપાલને કહ્યું કે તેમની પાસે 43 ધારાસભ્યોનું સમર્થન છે. 


ખરાબ હવામાનના કારણે ઉડી શક્યું નથી વિમાન
એ પણ જણાવવામાં આવ્યું હતું કે અનેક વિધાયકો પ્લેનમાં બેસી ગયા છે. પરંતુ રાંચીમાં ગાઢ ધુમ્મસ અને વિઝિબિલિટી ઓછી હોવાના કારણે પ્લેન હજુ સુધી ઉડી શક્યું નથી. વરસાદ બાદ હ્યુમિડિટી વધવાના કારણે આકાશમાં ફોગ છે. આ સાથે જ વાદળા પણ હોવાથી ફોગનું લેયર જામી ગયું છે. હવામાન વિભાગે કાલે સવાર માટે પણ ગાઢ ધુમ્મસની શક્યતા વ્યક્ત કરી છે. એવું કહેવાયું છે કે રાંચીમાં કેટલીક જગ્યાએ વરસાદની પણ શક્યતા છે. આ  બધા વચ્ચે પ્લેનની અંદરની પણ કેટલીક તસવીરો સામે આવી છે. 


હૈદરાબાદ કેમ જાય છે વિધાયકો
કારણ કે તેલંગણામાં કોંગ્રેસની સરકાર છે અને ત્યાં ઝારખંડ મુક્તિ મોરચાના ગઠબંધનવાળા વિધાયકો સુરક્ષિત રહી શકે છે. નહીં તો તેમને તોડવાના પ્રયત્નો થઈ શકે છે. આવું પહેલા પણ બની ચૂક્યું છે જ્યારે વિધાયકોને બચાવવા માટે તેમને રાજ્ય બહાર લઈ જવાયા હોય. હાલ હજુ એ સામે નથી આવ્યું કે કેટલાક વિધાયકોને મોકલવામાં આવી રહ્યા છે. આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે ભાજપ સતત કહી રહ્યો છે કે સોરેન પાસે પૂરતા ધારાસભ્યોનું સમર્થન નથી. હવે જોવાનું એ રહેશે કે ભાજપનું આગામી પગલું શું હશે. 


પહેલેથી કહેવાતું હતું કે ચંપઈ સોરેન સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. હવે જોવાનું છે કે રાજ્યપાલ તેમને લીલીઝંડી ક્યારે આપે છે કે પછી કોઈ બીજી નવાજુની જોવા મળે છે. કારણ કે ભાજપની પણ બંધ બારણે  બેઠકો ચાલે છે. પરંતુ રાજ્યપાલ તરફથી આટલું મોડું કેમ થઈ રહ્યું છે તે સમજવાની જરૂર છે. હેમંત સોરેનના રાજીનામા બાદ આવું બીજીવાર બન્યું છે કે ચંપઈ સોરેન રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા. પરંતુ શપથગ્રહણનો સમય હજુ મળ્યો નથી. અટકળો થઈરહી છે કે રાજ્યપાલ કોઈ અન્ય લીલીઝંડીની રાહ જોઈ રહ્યા છે. 


ઓપરેશન લોટસ?
રાજ્યપાલ તરફથી થઈ રહેલા વિલંબના કારણે ઓપરેશન લોટસનો પણ ડર સતાવી રહ્યો છે. ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ સંશયની સાથે સાથે શંકાના પણ વમળમાં છે કારણ કે  ભાજપ પહેલેથી સક્રિય થઈ ચૂક્યો છે. ગણિતની વાત કરીએ તો કુલ 79 વિધાયકોમાંથી બહુમતનો આંકડો 41 છે.  ચંપઈ સોરેનનો દાવો છે કે તેમની પાસે 43 વિધાયકોનું સમર્થન છે. જ્યારે ભાજપ પાસે 26 સભ્યો છે. આજસૂકે 3, એનસીપીના એક અને અન્ય બે સાસંદ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube