નવી દિલ્હી : Jio ભારતમાં પોતાની બીજી એનિવર્સરીની ઉજવણી કરી રહ્યું છે. કંપનીએ સપ્ટેમ્બર 2016માં પોતાના કોમર્શિયલ શરૂઆત કરી હતી. અત્યાર સુધી કંપનીનાં બે વર્ષ પુર્ણ થઇ ચુક્યા છે. તે પોતાનાં આ શાનદાર બે વર્ષમાં કંપનીએ ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં ભારે પ્રતિસ્પર્ધા પેદા કરી છે. હાલ બીજુ વર્ષ પુર્ણ થવા પ્રસંગે કંપની ગ્રાહકોને મફતમાં વધારાનો ડેટા આપી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયો સેલિબ્રેશન પેકની સાથે જિયોનાં પ્રિપેડ ગ્રાહકોને પ્રતિ દિવસ 2 GB 4G ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ડેટા હાલનાં પ્લાનની સાતે સાથે ગ્રાહકોનાં એકાઉન્ટમાં વધારે ડેટા પણ મળસે. આશા કરવામાં આવી રહી છે કે જિયોનાં તમામ એક્ટિવ ગ્રાહકોને 11 સપ્ટેમ્બર સુધીમાં 2જીબી ડેટા આપી દેવામાં આવશે. સાથે જ આ ડેટા ગ્રાહકોને 7 સપ્ટેમ્બરથી આપવાનું ચાલુ થશે. એટલે કે 11 સપ્ટેમ્બર સુધી ગ્રાહકોને 10 જીબી ડેટા મફતમાં આપવામાં આવશે. 

જો કે હાલ તમામ ગ્રાહકોને તેનો લાભ નથી આપવામાં આવ્યો. સાથે જ કેટલાક ગ્રાહકોને આ ફ્રી ડેટાનો લાભ પણ માત્ર 10 સપ્ટેમ્બર સુધી જ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત કંપનીએ વધારે એક ઓફર પણ લોન્ચ કરી છે. જેમાં ગ્રાહકોને મફતમાં 1 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. જેમની પાસે કેડબરી અથવા ડેરી મિલ્ક ચોકલેટ હોય. ફ્રી ડેટા મેળવવા માટે ગ્રાહકોની પાસે ઓછામાં ઓછા 5 રૂપિયાની રેગ્યુલર ડેરી મિલ્ક ચોકલેટ અથવા ડેરી મિલ્ક ક્રેકર ચોકલેટ હોવી જરૂરી છે.