નવી દિલ્હી : જીયોએ આ વર્ષે માર્ચમાં જાહેરાત કરી હતી કે કંપની મ્યૂઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Saavnનું અધિગ્રહણ કરશે. હવે એવું લાગી રહ્યું છે કે, અધિગ્રહણની પ્રક્રિયા પુર્ણ થઇ ચુકી છે. કારણ કે એપલ સ્ટોરમાં Saavnનું નામ બદલીને હવે JioSaavn થઇ ચુક્યું છે. આ મર્જર બાદથી સાવનનાં આઇકોન અને નામમાં પરિવર્તન આવી ચુક્યું છે. જો કે મોટા ભાગની ડિજાઇન અને ફિચર્સ પહેલાજેવા યથાવત્ત છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, એપલ એફ સ્ટોરમાં Saavn એપની જગ્યાએ JioSaavn એપે લઇ લીધી છે. જો કે Jio Music એક અલગ એપ તરીકે યથાવત્ત રહેશે. આ ચેંજલોગથી માહિતી મળી છે કે તમામ જિયો નેટવર્ક યુઝર્સને 90 દિવસ માટે મફતમાં પ્રીમિયમ Saavn પ્રો સબ્સ્ક્રિપ્શન આપવામાં આવશે. એપલ સ્ટોરમાં Jio Saavn એપનાં 6.1 વર્ઝનમાં શેર કરવામાં આવેલા ચેંજલોગનાં અનુસાર આ એપ તમામ જિયો યુઝર્સ માટે ફ્રી રહેશે. સાથે જ જિયો મ્યૂઝિક યુઝર્સ પોતાનાં અંગત પ્લેલિસ્ટ અને ડાઉનલોડ્સને નવા એપમાં એક્સેસ કરી લેશે. તે ઉપરાંત 90 દિવસ માટે ફ્રી Saavn Pro મેમ્મબરશિપ જિયોનાં તમામ પ્રીપેડ અને પોસ્ટપેડ યુઝર્સને આપવામાં આવશે. 

iOS પર Saavnનાં જુના યુઝર્સ માટે એપની ડિઝાઇન લગભગ પહેલા જેવું જ રહેશે. Jio Saavnની બ્રાન્ડિંગ એપમાં જોવા મળશે. કંપનીનો દાવો છે કે તેની પાસે 4.5 કરોડ ટ્રેક્સની લાઇબ્રેરી છે, તેમાંથી કેટલાક પ્લેટફોર્મ પર એક્સક્લૂસિવ રીતે ઉપલબ્ધ છે. આ એપની સાઇઝ આશરે 79 MBછે અને તેનાં માટે iOS 8.0 અથવા તેનાંથી વધારેનું વર્ઝન પર ચાલનારા iPhone, iPad અથવા iPod જોઇશે.

જોવાની વાત છે કે હાલ આ અપડેટ ગૂગલ પ્લેસ અને એન્ડ્રોઇડનાં Saavn એપ (વર્ઝન 6.0.6 પર નથી દેખાઇ રહ્યું. એટલે સુધી કે નવી બ્રાન્ડિંગ લોગોને દેખાઇ રહી છે. જો કે Saavnએ ટ્વીટરમાં આ તરફ ઇશારો કર્યો છે કે એન્ડ્રોઇડમાં એપનું અપડેટ ઝડપથી આવશે.