Bihar Politics: બિહારની રાજનીતિમાં હલચલ, NDA માં સામેલ થયા માંઝી, અમિત શાહ સાથે બેઠક બાદ કરી જાહેરાત
જીતન રામ માંઝી અને હિન્દુસ્તાની આવામ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ કુમાર સુમને આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ તેમણે એનડીએમાં સામેલ થવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી અને હિન્દુસ્તાની આવામ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ કુમાર સુમને ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળા ગઠબંધન (એનડીએ) માં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. નીતીશ કુમારનો સાથ છોડ્યા બાદ બંને નેતાઓએ આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને આ મુલાકાત બાદ સંતોષ કુમાર સુમને એનડીએમાં સામેલ થવાની જાહેરાત કરી દીધી છે.
અમિત શાહના આવાસ પર થયેલી બેઠક દરમિયાન ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાય પણ હાજર રહ્યા હતા. આ બેઠક દિલ્હીમાં અમિત શાહના આવાસ પર યોજાઈ હતી. આ મુલાકાતની સાથે અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. રાજકીય વર્તુળોમાં તે વાતની ચર્ચા હતી કે જલદી જીતન રામ માંઝી અને સંતોષ કુમાર સુમન ભારતીય જનતા પાર્ટીવાળા ગઠબંધન (એનડીએ) માં સામેલ થશે.
Indian Railways Rule: ટ્રેનની કન્ફોર્મ ટિકિટ કેન્સલ કરી કઈ રીતે પાછા મેળવી શકાય પૈસા
સંતોષ સુમને કહ્યુ હતુ કે જો ભાજપ એનડીએ ગઠબંધનમાં તેમને આમંત્રણ આપે છે તો તે એનડીએમાં સામેલ થવા માટે વિચાર કરવા તૈયાર છે. આ દરમિયાન તેમણે ત્રીજા મોર્ચાની સ્થાપના માટે વિકલ્પ ખુલો રહેવાની વાત પણ કહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube