મુંબઈની પ્રખ્યાત મેડિકલ કોલેજનું વિદ્યાર્થીનીઓ પર વિચિત્ર ફરમાન, ‘આવા કપડા ન પહેરો’

21મી સદીમાં ભલે મહિલા અને પુરુષોની સરખામણીની વાતો કરવામાં આવતી હોય, પરંતુ મુંબઈની જેજ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ એવું નથી માનતી. કોલેજના એક કલ્ચરલ ફંક્શનમાં યુવતીઓને નાના કપડા પહેરવાની સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. એટલુ જ નહિ, તેમના પરત હોસ્ટલ આવવાના સમય પર પણ પ્રતિબંધ વધારી દેવાયો છે. કોલેજમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે, આ પ્રકારનું વર્તન બહુ જ ખરાબ છે, પરંતુ કોલેજના ડીનનું માનવુ છે કે, વિદ્યાર્થીનીઓની સુરક્ષા બની રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુંબઈ :21મી સદીમાં ભલે મહિલા અને પુરુષોની સરખામણીની વાતો કરવામાં આવતી હોય, પરંતુ મુંબઈની જેજ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ એવું નથી માનતી. કોલેજના એક કલ્ચરલ ફંક્શનમાં યુવતીઓને નાના કપડા પહેરવાની સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. એટલુ જ નહિ, તેમના પરત હોસ્ટલ આવવાના સમય પર પણ પ્રતિબંધ વધારી દેવાયો છે. કોલેજમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે, આ પ્રકારનું વર્તન બહુ જ ખરાબ છે, પરંતુ કોલેજના ડીનનું માનવુ છે કે, વિદ્યાર્થીનીઓની સુરક્ષા બની રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુંબઈની જેજે હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ બહુ જ ચર્ચિત છે. મુંબઈથી જ નહિ, સમગ્ર મહારાષ્ટ્રમાંથી દર્દીઓ અહી સારવાર માટે આવે છે. શનિવારે 23 માર્ચના રોજ કોલેજની એક કલ્ચરલ ઈવેન્ટ હતી, જેમાં કોલેજના મેનેજમેન્ટે વોટ્સએપ દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને મેસેજ મોકલ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે કોઈ પણ યુવતી સ્કર્ટ કે નાના કપડા નહિ પહેરી શક્તી. એટલું જ નહિ, યુવતીઓને રોજ રાત્રે 10 વાગ્યા સુધી હોસ્ટેલમાં પહોંચવુ પડશે.
આ વાત પર વિદ્યાર્થીનીઓએ વિરોધ વ્યક્ત કર્યો અને આ મામલે વિરોધ પ્રદર્શન પણ કર્યું. જેજે હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજના ડીન અજય ચંદનવાલેનુ કહેવુ છે કે, આ સરક્યુલર અમે માત્ર તેમને સબક શીખવાડવા માટે કાઢ્યું હતું, કેમ કે હોળીની પાર્ટીમાં અનેક વિદ્યાર્થીનીઓ સાથે છેડતી થઈ હતી. અમે જલ્દી જ આ પ્રતિબંધ હટાવી દઈશું.
નામ ન આપવાની શરત પર કેટલીક વિદ્યાર્થીનીઓએ ઝી ન્યૂઝ સાથે વાત કરતા ખુલાસો કર્યો કે, એક તરફ હોસ્ટલના લેડીઝ ટોયલેટમાં બારીઓ યોગ્ય રીતે ઢંકાયેલી નથી. કોલેજ અને હોસ્ટલના બાથરૂમની દિવાલો પણ નબળી છે. પરંતુ કોલેજ મેનેજમેન્ટ આ બધુ વ્યવસ્થિત કરવાને બદલે આ પ્રકારના પ્રતિબંધ લગાવી રહી છે.