નવી દિલ્હીઃ હરિયાણામાં જનનાયક જનતા પાર્ટીની સાથે મળીને ભાજપ સરકાર બનાવી શકે છે. સૂત્રો અનુસાર જેજેપીના પ્રમુખ દુષ્યંત ચૌટાલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. શુક્રવારે મોડી રાત્રે બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ શકે છે. આ બેઠકમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ હાજર રહેવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો અનુસાર જેજેપી એક નાયબ મુખ્યમંત્રી અને બે મંત્રી પદની ફોર્મ્યુલા સાથે ભાજપ સાથે વાટાઘાટો કરી રહી છે. એવું કહેવાય છે કે, ભાજપ દુષ્યંત ચૌટાલાની આ માગણીઓને સ્વીકારી શકે છે. જોકે, બંને પક્ષ તરફથી આ મુદ્દે કોઈ આધિકારીક નિવેદન પછી જ સ્થિતિ સ્પષ્ટ થશે. 


જે 'લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમ'ને સમર્થન આપશે, પાર્ટી તેને ટેકો આપશેઃ દુષ્યંત ચૌટાલા


આ અગાઉ શુક્રવારે સાંજે જેજેપીના પ્રમુખ દુષ્યંત ચૌટાલાએ સ્પષ્ટ કરતાં કહ્યું હતું, કે તેની પાસે કોંગ્રેસ અને ભાજપ બંને તરફથી સરકાર બનાવવાની ઓફર છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી એ પાર્ટીની સાથે ગઠબંધન કરશે જે તેમનો લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમ તૈયાર કરશે. દુષ્યંતે કહ્યું હતું કે, ગઠબંધન માટે અમારા તમામ વિકલ્પ ખુલ્લા છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...