J&K : 5 વર્ષમાં સુરક્ષા દળોએ 963 આતંકીને માર્યા ઠાર, 413 જવાન શહીદ
લોકસભામાં એક લેખિત જવાબમાં ગૃહમંત્રાલયે જણાવ્યું કે, સરકારે જમ્મુ-કાશ્મીરમાં ઝીરો ટોલેરન્સ નીતિ અપનાવી છે
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશનમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન સુરક્ષા દળોએ કુલ 963 આતંકવાદીઓને ઠાર માર્યા છે. ગૃહમંત્રાલયના આંકડા અનુસાર, આ સમયગાળા દરમિયાન આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં દેશને 413 જવાનોનું બલિદાન આપવું પડ્યું છે.
લોકસભામાં લેખિત જવાબમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, સરકારે આતંકવાદ સામે જમ્મુ-કાશ્મિરમાં ઝીરો ટોલેરન્સ નીતિ અપનાવેલી છે. જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સુરક્ષા દળો આતંકવાદીઓ સામે સઘન અભિયાન ચલાવી રહ્યા છે. જેના કારણે વર્ષ 2014થી અત્યાર સુધી 963 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં ભારતના 413 જવાન શહીદ થયા છે.
ગૃહમંત્રાલયે વધુમાં એ પણ જણાવ્યું કે, કેન્દ્રીય સશસ્ત્ર દળોએ હેડક્વાર્ટર અને યુનિટ લેવલે વેલફેર અધિકારીઓની નિમણૂક કરી છે. જેથી ડ્યુટી દરમિયાન પોતાનો પ્રાણ ન્યોછાવર કરનારા જવાનોના પરિજનો સુધી રાહત પહોંચાડી શકાય. મંત્રાલય અનુસાર, વેલફેર ઓફિસર્સ શહીદ જવાનોના પરિજનો સુધી નિર્ધારિત લાભો પહોંચાડી રહ્યા છે.
જૂઓ LIVE TV....