શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીએસપી દેવેન્દ્રસિંહ અને હિજ્બુલ આતંકવાદી હીત 5  આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) પોલીસે દેવેન્દ્ર સિંહને બે હિઝબુલ આતંકવાદી નવીદ મુશ્તાક ઉર્ફે નવીદ બાબુ, રફી અહેમદ રાઠર અને ઇરફાન સૈફી મીર ઉર્ફે વકીલની સાથે તે સમયે ધરપકડ કરી હતી. જ્યારે દેવેન્દ્રસિંહ તેમને રાજ્યની સીમા બહાર લઇ જઇ રહ્યા હતા. પોલીસને તેમની પાસેથી AK 47, ત્રણ પિસ્ટોલ, ગોળીઓ અને બોમ્બ જપ્ત કર્યા હતા. જમ્મુ પોલીસે કાશ્મીરના કાંજીગુંડ પોલીસ સ્ટેશનમાં દેખલ કરવામાં આવ્યો હતો જો કે ત્યાર બાદ તપાસ NIA ને સોંપવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UP- બિહારમાં આસમાની આફતના 3 મહિનામાં 347 લોકોનાં મોત નિપજ્યાં, સરકાર પરેશાન

NIA એ 17 જાન્યુઆરી 2020ના રોજ આ મુદ્દે તપાસ માટે કર્યો હતો અને જમ્મુ કાશ્મીરમાં 15 સ્થળો પર દરોડા પાડ્યો હતો. આ દરોડા બાદ એનઆઇએ ત્રણ અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી જે સૈયદ ઇરફાન અહેમદ, તનવીર અહેમદ વાણી અને તારીક અહેમદ મીર હતા. સૈયદ ઇરફાન અહેમદ હિઝબુલ આતંકવાદી નાવીદ બાબુનો ભાઇ છે. નાવિદ પહેલા જમ્મુ કા્મીર પોલીસમાં કોન્સ્ટેબલ હતો અને 2017માં સરકારી રાયફલ લઇને ફરાર થઇ ગયો હતો. હિઝ્બુલ આતંકવાદી સંગઠનમાં જોડાઇ ગયો હતો. આતંકવાદીઓને પનાહ પણ આપતો અને  હથિયારો અને એક્સપ્લોસીવની વ્યવસ્થા કરતો હતો. 


અમેરિકા રવાના થશે AIR INDIA ની 36 ફ્લાઇટ, આજથી શરૂ થઇ રહ્યું છે બુકિંગ

NIA તપાસમાં સામે આવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતી બગડવા માટે આ આતંકવાદીઓને પાકિસ્તાન અને ત્યાં બેઠેલા આતંકવાદી સંગઠન હિઝ્બુલ મુજાહિદ્દીન મદદ કરી રહ્યો છે. આ લોકોનાં ઇશારે અહીં બેઠેલા આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં સ્થિતી ખરાબ કરી રહ્યા છે.એનઆઇએ તપાસમાં સામે આવ્યું કે, પાકિ્તાન હાઇ કમિશનમાં પણ કેટલાક લોકો ઇરફાન અને સૈફીના સંપર્કમાં હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube