શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાતે શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલુ છે. સેનાના જવાનોએ બે આતંકીનો અત્યાર સુધીમાં ખાતમો કર્યો છે. જો કે આતંકીની ઓળખ થઈ શકી નથી. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે અથડામણમાં પોલીસનો એક જવાન પણ ઘાયલ થયો છે જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનંતનાગમાં 1 આતંકી ઠાર, એક જવાન ઘાયલ
આ બાજુ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પણ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાતે શરૂ થયેલી અથડામણમાં એક આતંકી ઠાર થયો છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે અથડામણમાં એક જવાન પણ ઘાયલ થયો છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ટોચના અધિકારીએ જણાવ્યું કે એક વિશેષ સૂચના પર પોલીસ અનંતનાગના ખગુંડ વેરીનાગ વિસ્તારમાં એક ઓજીડબલ્યુ (Over Ground Worker) ને લેવા માટે ગઈ હતી. જેવા સુરક્ષાદળો ત્યાં પહોંચ્યા કે છૂપાયેલા આતંકીઓએ પોલીસટુકડી પર ફાયરિંગ કર્યું અને અથડામણ શરૂ થઈ ગઈ. પોલીસ અધિકારીએ કહ્યું કે ફાયરિંગ દરમિયાન એક અજાણ્યો આતંકી ઠાર થયો. જ્યારે એક સિપાઈને પણ ગોળી વાગી. હાલ તે સારવાર હેઠળ છે. માર્યા ગયેલા આતંકી પાસેથી એક પિસ્તોલ અને એક ગ્રેનેડ મળી આવ્યા છે. 


બાંદીપોરામાં પણ અથડામણ 
આ ઉપરાંત રાજ્યના બાંદીપોરાના હાજિન વિસ્તારના ગુંડજહાંગીરમાં પણ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે અને સેનાના જવાનોએ એક આતંકીને ઠાર કર્યો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બે થી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. જો કે ઓપરેશન ખતમ થયા બાદ વાસ્તવિક સંખ્યા જાણી શકાશે. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. 


'MS Dhoni નામ નથી ઈમોશન છે' ધોનીને રમતો જોઈને આ બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, Video વાયરલ


જમ્મુમાં સંદિગ્ધ જાસૂસ પકડાયો
યુપીના એક વ્યક્તિની મહત્વના પ્રતિષ્ઠાનોની સૂચનાઓ પાકિસ્તાન સ્થિત આતંકીઓ સાથે શેર કરવાના શકમાં રવિવારે જમ્મુથી પકડવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીર પોલીસના વિશેષ અભિયાન સમૂહે ગાંધીનગર વિસ્તારમાંથી તેને પકડ્યો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા વ્યક્તિએ પોતાના પાકિસ્તાનના આકાઓ સાથે પ્રાર્થના સ્થળો સહિત મહત્વના પ્રતિષ્ઠાનોના વીડિયો શેર કર્યા હતા. એક અન્ય મામલે પોલીસે જમ્મુના નગરોટાથી એક પિસ્તોલ ચોરી કરનારા અપરાધીની ધરપકડ કરી. મોહમ્મદ મુસ્તાક ઉર્ફે ગુંગીએ હાલમાં જ મીરાન સાહેબ વિસ્તારમાં એક વ્યક્તિ પાસેથી હથિયાર છીનવી લીધા હતા અને ફરાર થયો હતો. ચોરી કરાયેલી પિસ્તોલ પણ મળી આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube