J&K: શ્રીનગરના લાલ ચોકમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, એકનું મોત તથા 22 લોકો ઈજાગ્રસ્ત
જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ શ્રીનગરના લાલ ચોકમાં થયેલા ગ્રેનેડ હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 2ની સ્થિતિ ગંભીર છે. પ્રા
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ શ્રીનગરના લાલ ચોક પર થયેલા ગ્રેનેડ હુમલામાં એક બિહારી મુસલમાન માર્યો ગયો હોવાના અહેવાલ છે. મૃતક વ્યક્તિ ચોક પર રમકડાં વેચી રહ્યો હતો. આ હુમલામાં 22 લોકો ઘાયલ થયા છે જેમાંથી 2ની સ્થિતિ ગંભીર છે. પોલીસના જણાવ્યાં મુજબ 3 આતંકીઓ બાઈક પર સવાર થઈને આવ્યાં હતાં. પ્રાથમિક માહિતી મુજબ ઘાયલ થયેલા લોકો સ્થાનિક રહીશો છે. પોલીસ અને સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. મળતી માહિતી મુજબ આતંકીઓએ સ્થાનિકોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો. આ હુમલો એવા સમયે થયો છે કે જ્યારે હાલમાં જ 31મી ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થઈ ગયું છે. લદાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...