રાંચીઃ ...... તો આ નક્કી છે. હેમંત સોરેન ઝારખંડના નવા મુખ્યપ્રધાન બનવા જઈ રહ્યાં છે. ઝારખંડ મુક્તિ મોર્ચા (jmm), કોંગ્રેસ (Congress) અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી ચુકી છે. હેમંત ગઠબંધનના મુખ્યા તરીકે રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને મળીને નવી સરકાર રચવાનો દાવો રજૂ કરશે અને તમામ ઔપચારિકતાઓ બાદ સોરેન સરકાર બની જશે. બીજીતરફ રઘુબર દાસે હાર સ્વીકારતા મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. વિપક્ષી ગઠબંધનની સામે ભાજપની રણનીતિ નબળી રહી અને ત્યાં સુધી કે પાંચ વર્ષ સુધી રાજ્યના સરકારનો ચહેરો રહેલ રઘુબર દાસ પોતાની સીટ પણ બચાવી શક્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત બીજીવાર સ્પષ્ટ જનાદેશ
આ ચૂંટણીની સારી વાત તે રહી કે ઝારખંડની જનતાએ આ વખતે પણ નવી સરકારને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. જેએમએમ, કોંગ્રેસ અને આરજેડી ગઠબંધને 81 સીટોની પ્રદેશ વિધાનસભામાં બહુમત માટે જરૂરી 41 સીટોના જાદૂઈ આંકડાને પાર કરીને કુલ 47 સીટો પર કબજો કરી લીધો છે. જેએમએમને 30, કોંગ્રેસને 16 જ્યારે આરજેડીને એક સીટ પર જીત મળી છે. 2014ની ચૂંટણીમાં પણ રાજ્યમાં ભાજપ, ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યૂનિયન (આજસૂ) ગઠબંધનને 42 સીટ મળી હતી. ત્યારે ભાજપને 37 અને સુદેશ મહતોની પાર્ટી આજસૂને  સીટ મળી હતી. એટલે કે બહુમતના જરૂરી આંકડા કરતા એક વધારે. આ પહેલા વર્ષ 2000, 2005 અને 2009ની વિધાનસભા ચૂંટણીમાં કોઈ પક્ષ અથવા ગઠબંધનને સ્પષ્ટ જનાદેશ ન મળ્યો અને ન કોઈ મુખ્યપ્રધાન પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા. 2014ની ચૂંટણીમાં પ્રથમવાર ભાજપના ગઠબંધને સ્પષ્ટ જનાદેશની સાથે રઘુબર દાસની સરકાર બનાવી, જેણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. 


જુઓ કોને મળી કેટલી સીટ
રાજ્યની કુલ 81 સીટોમાથી જેએમએમ+કોંગ્રેસ+આરજેડીના ગઠબંધને 47 સીટો કબજે કરી છે. તો ભારતીય જનતા પાર્ટીને 25 જેવીએમને 3, આજસૂને 2 તથા અન્યના ફાળે 4 સીટો ગઈ છે. 


પાર્ટી જીત
ભાજપ 25
જેએમએમ+કોંગ્રેસ 47
જેવીએમ 3
આજસૂ 2
અન્ય 4

રઘુબરને મળી મોટી હાર
જમશેદપુર પૂર્વ સીટ પર ભાજપના બળવાખોર સરયૂ રાયે સીએમ રઘુબર દાસને પરાજય આપ્યો છે. સરયૂ રાય ભાજપની ટિકિટ ન મળવાને કારણે બળવાખોર થયા અને અપક્ષ ઉમેદવાર તરીકે સીધો મુખ્યપ્રધાનને પડકાર ફેંક્યો હતો. સરયૂને આ ચૂંટણીમાં 42.59% એટલે કે 73,945 મત મળ્યા જ્યારે રઘુબરના ભાગમાં 33.47% એટલે કે  58,112 મત આવ્યા હતા. આ સીટથી કોંગ્રેસના ગૌરવ વલ્લભ પણ પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં હતા, જે 10.93% એટલે કે 18,976 મત લઈને ત્રીજા સ્થાને રહ્યાં છે. 


મુખ્યપ્રધાને હારવાની પરંપરા યથાવત
આ ચૂંટણીમાં વધુ એક વાત ખાસ રહી કે આ વખતે પણ મુખ્યપ્રધાનના પરાજયનો સિલસિલો યથાવત રહ્યો છે. ઝારખંડમાં અત્યાર સુધી જેટલી વિધાનસભા ચૂંટણી થઈ, તેમાં તત્કાલીન મુખ્યપ્રધાનોએ પોતાની સીટ ગુમાવવી પડી છે. આ કારણ છે કે 19 વર્ષમાં આ રાજ્ય અત્યાર સુધી 6 મુખ્યપ્રધાનોને જોઈ ચુક્યું છે. જમશેદપુર પૂર્વ સીટથી ભાજપના બાગી નેતા સરયૂ રાયે મુખ્યપ્રધાન રઘુબર દાસને આશરે 16 હજાર મતથી પરાજય આપ્યો છે. 


ઝારખંડ ચૂંટણી પરિણામઃ મહાગઠબંધનને મળી 47 બેઠક, ભાજપની ગાડી 25 પર અટકી


બંન્ને સીટો પર જીત્યા હેમંત
જેએમએમ અધ્યક્ષ હેમંત સોરેન આ ચૂંટણીમાં બે સીટો- દુમકા અને બરહેટથી ભાગ્ય અજમાવી રહ્યાં છે. તેમને આ બંન્ને સીટ પર જીત મળી છે. દુમકામાં તેમણે ભાજપની લુઇસ મરાંડીના 67,819 (40.91%) મતના મુકાબલે 81,007 (48.86%) મત મળ્યા છે. તો બહરેટમાં તેમણે ભાજપના સાઇમન મહતોને પરાજય આપ્યો છે. 


વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube