ઝારખંડઃ હેમંત સોરેને રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો, 29 ડિસેમ્બરે લેશે શપથ
જેએમએસ ધારાસભ્ય દળના નેતા હેમંત સોરેને મંગળવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. તેમણે 50 ધારાસભ્યોનું સમર્થન હોવાની વાત કરી છે.
રાંચીઃ ઝારખંડ મુક્તિ મોર્ચાના (jmm) કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન (hemant soren) 29 ડિસેમ્બરે મુખ્યપ્રધાન પદના શપથ લેશે. હેમંત સોરેને આ વાતની જાહેરાત કરી દીધી છે. હેમંત સોરેને કહ્યું કે, તેમણે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. હેમંત સોરેનની પાસે કુલ 50 ધારાસભ્યોનું સમર્થન છે. અમે રાજ્યપાલ પાસે માગ કરી છે કે તે અમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે. ભારતીય જનતા પાર્ટીને ઝારખંડમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મોટી હાર મળી અને ગઠબંધન સરકારને બહુમત મળ્યો છે.
ઝારખંડના મુખ્યપ્રધાન રઘુબર દાસ પોતાની સીટ પણ બનાવી શક્યા નથી. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને ચૂંટણી પરિણામ આવ્યાની સાથે સોંપી દીધું હતું. હેમંત સોરેન રાંચીના મોરહાબાદી મેદાનમાં મુખ્યપ્રધાન પદના શપથ લેશે.
NPRમાં કોઈની નાગરિકતા જશે નહીં, એક ઈન્ટરવ્યૂમાં બોલ્યા અમિત શાહ
રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત દરમિયાન સોરેનની સાથે આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસના ઝારખંડના પ્રભારી આરપીએન સિંહ અને જેવીએમ નેતા બાબૂલાલ મરાંડી હાજર રહ્યાં હતા. બેઠક બાદ સોરેને કહ્યું, અમે 50 ધારાસભ્યના સમર્થનની સાથે ઝારખંડમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. અમે રાજ્યપાલને વિનંદી કરી છે કે તે અમને પ્રદેશમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube