નવી દિલ્હી : રાજધાની દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટી (JNU)માં ફેબ્રુઆરી, 2016માં નારાનાં મુદ્દે પોલીસે પોતાની ચાર્જશીટ દાખલ કર્યા બાદ આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનવણી થઇ. કોર્ટે પોલીસની ઝાટકણી કાઢતા કહ્યું કે, જ્યા સુધી 124એમાં દિલ્હી સરકારની પરવાનગી નહી મળે, ત્યાં સુધી આગળની કાર્યવાહી થઇ શકશે નહી. માટે પોલીસ સૌપ્રથમ આ મુદ્દે દિલ્હી રાજ્ય સરકારની પરવાનગી લઇને આવે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસને કોર્ટે આપ્યો 10 દિવસનો સમય
સરકારની પરવાનગી વગર કઇ રીતે ચાર્જશીટ દાખલ કરવામાં આવી તે અંગે કોર્ટે દિલ્હી પોલીસે જવાબ માંગ્યો છે. કોર્ટે જવાબ દાખલ કરવા માટે પોલીસને 10 દિવસનો સમય આપ્યો છે. આ અંગે પોલીસે સ્પષ્ટતા કરવી પડશે. શા માટે તેણે રાજ્ય સરકારની પરવાનગી વગર જ સીધી ચાર્જશીટ દાખલ કરી દીધી. હાલ તો કોર્ટ દ્વારા સુનવણી ટાળી દેવામાં આવી છે અને સુનવણી માટે આગળની તારીખ આપી દેવાઇ છે. 

દિલ્હી સરકાર પાસે જશે પોલીસ
જો કે જાણકારોનાં કહેવા અનુસાર આ મુદ્દે દિલ્હી સરકારની પરવાનગી મળવામાં સમસ્યા આવી શખે છે. જો દિલ્હી સરકાર પરવાનગી નહી આપે તો દિલ્હી પોલીસ કેન્દ્ર સરકાર પાસે જઇ શકે છે. દિલ્હી પોલીસ કેન્દ્ર સરકારનાં લીગલ ડિપાર્ટમેન્ટ સાથે વાચતીત કરીકરીને ઉપર કોર્ટમાં પણ જઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસનાં સંબંધોમાં ખટાશ છે. તેવામાં હવે દિલ્હી સરકારની પરવાનગી મુદ્દે પોલીસે કેટલા ધક્કા ખાવા પડશે તે જોવું રહ્યું.