નવી દિલ્હી : જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU)માં દેશ વિરોધી નારેબાજીના મુદ્દે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ ટુંકમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે. સ્પેશ્યલ સેલનાં સુત્રોએ આ માહિતી મળી છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલના સુત્રો અનુસાર જેએનયુ મુદ્દે દિલ્હી પોલીસ ઝડપથી પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેશે. આ આરોપ પત્રમાં જેએનયુ દરેક વિદ્યાર્થી રહેલા ઉમર ખાલિદ, કન્હૈયા કુમાર ( તે સમયે વિદ્યાર્થી યુનિયનનાં પ્રેસિડેન્ટ), એખ અન્ય વિદ્યાર્થી અનિર્બાન ભટ્ટાચાર્ય અને કેટલાક કાશ્મીરી તથા અન્ય વિદ્યાર્થીઓનાં નામનો સમાવેશ થાય છે. સ્પેશ્યલ સેલના સુત્રો અનુસાર ચાર્જશીને લોક અભિયોજક પાસે મોકલવામાં આવ્યા છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ સુત્રો અનુસાર પુરાવા તરીકે ઘટના સમયે અનેક વીડિયો ફુટેજ સીબીઆઇની સીએફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેનાં નમુના પોઝીટીવ મળ્યા છે. તે ઉપરાંત ઘટના સ્થળ પર રહેલા અન્ય કેટલાક લોકો નિવેદન, મોબાઇલ ફુટેજ, ફેસબુક પોસ્ટનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દે આશરે 30 અન્ય લોકો શંકાસ્પદ મળી આવ્યા છે, જો કે તેમની વિરુદ્ધ પુરાવા નથી મળ્યા. બીજી તરફ જેએનયુ તંત્ર, એબીવીપી સ્ટુડેંટ સિક્યોરિટી ગાર્ડ અને કેટલાક અન્ય વિદ્યાર્થીઓ સાક્ષી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 9 ફેબ્રુઆરી, 2016માં જેએનયુ કેમ્પસમાં અફઝલ ગુરૂની ફાંસીના વિરોધમાં એક પ્રોગ્રામ આયોજીત કરવામાં આવ્યો હતો. તેમાં દેશ વિરોધી નારા લાગ્યા હતા. પોલીસે તે સમયે દિલ્હીના વસંતકુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં કનૈયા કુમાર, ઉમર ખાલીદ અને અનિર્બાન ભટ્ટાચાર્યની ધરપકડ કરી હતી. ત્યાર બાદ દિલ્હી હાઇકોર્ટે તેને સશર્ત જામીન આપી દીધા હતા.