નવી દિલ્હી: જેએનયૂ (JNU) પ્રોટેસ્ટ કેસમાં દિલ્હી પોલીસે કલમ 144 તોડવાના આરોપમાં અજ્ઞાત લોકોના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે કિશનગઢ પોલીસ મથકમાં કેદ દાખલ કર્યો છે. આ પ્રદર્શનમાં દિલ્હી (delhi)ના પોલીસના 30 જવાન અને જેએનયૂના 15 વિદ્યાર્થી ઘાયલ થયા હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે ફી વધારા વિરૂદ્ધ સોમવારે (18 નવેમ્બર)ના રોજ જેએનયૂ વિદ્યાર્થી (students) એ સંસદ સુધી પગપાળા માર્ચ કરી હતી. પોલીસે વિદ્યાર્થીની માર્ચ રોકવા માટે જોરદાર સુરક્ષાની વ્યવસ્થા કરી છે. JNU ના કેમ્પસની બહાર કલમ 144 લગાવવામાં આવી હતી અને યૂનિવર્સિટીના ગેટ પર બેરિકેડ પણ લગાવ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ યૂનિવર્સિટીની બહાર નિકળી આવ્યા અને સંસદ સુધી માર્ચ કરવા લાગ્યા. 


વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના લીધે સફદરજંગ હોસ્પિટલ, અરવિંદો માર્ગ, એમ્સ અને સફદરજંગ મકબરાની નજીકના વિસ્તારોમાં જામની સ્થિતિ પેદા થઇ ગઇ. પોલીસે રસ્તામાં બેરિકેડ્સ લગાવ્યા, જેને વિદ્યાર્થીઓ કૂદવા લાગ્યા. 


વહિવટીતંત્રએ સંસદ ભવન નજીક ત્રણે મેટ્રો સ્ટેશનોના ગેટ બંધ કરી દીધા, જેથી વિદ્યાર્થીઓને સંસદ સુધી પહોંચતા રોકી શકાય. દિલ્હી મેટ્રોના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે જેએનયૂ વિદ્યાએર્થીઓના પ્રદર્શનને જોતાં ઉદ્યોગ વિહાર અને પટેલ ચોક સ્ટેશનો પર ટ્રેન પકડવા અથવા ઉતરવાની વ્યવસ્થા ખતમ કરી દીધી છે. ઉદ્યોગ ભવન, પટેલ ચોક અને કેંદ્વીય સચિવાલય સ્ટેશનોના ગેટ અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યા છે. આખરે સાંજે કેંદ્વીય માનવ સંસાધન મંત્રી દ્વારા ફી વધારો પરત લેવાનું આશ્વાસન મળ્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાના ધરણા પુરા કર્યા. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube