નવી દિલ્હી : જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)માં થયેલા વિદ્યાર્થી સંઘના પરિણામો રવિવારે બપોરે જાહેર કરી દેવામાં આવ્યા. તેમાં લેફ્ટ યૂનિટીની તમામ ચારેય સીટો પર બાજી મારી. એબીવીપીને તેમાં એક પણ સીટ નથી મળી. પરિણામો અનુસાર એનસાઇ બાલાજીએ અધ્યક્ષ પદ પર જીત પ્રાપ્ત કરી છે. બીજી તરફ સારિકા ચૌધરીએ ઉપાધ્યક્ષ પદ જીતી લીધું. જ્યારે જનરલ સેક્રેટરી પદ પર એઝાઝ અહેમદ અને જોઇન્ટ સેક્રેટરી પદ પર અમુથા જયદીપે બાજી મારી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેએનયુ વિદ્યાર્થી સંઘ ચૂંટણી(જેએનયૂએસયૂ)માં ઉપાધ્યક્ષ પદ પર લેફ્ટના ઉમેદવાર સારિકા ચૌધરીએ 2309 મત્તની સાથે જીત પ્રાપ્ત કરી છે. બીજી તરફ એબીવીપીની ગીતાશ્રી 871 મતની સાથે બીજા સ્થાન પર રહી. લેફ્ટનાં જ ઉમેદવાર એન.સાઇ બાલાજીને ચૂંટણીમાં કુલ 1871 મત પ્રાપ્ત થયા. એબીવીપીનાં લલિત પાંડે 937 મત્તની સાથે બીજા સ્થાન પર છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીસંઘ ચૂંટણી બાદ ચાલુ થયેલી મતગણતરીને તણાવનાં કારણે અટકાવવું પડ્યું હતું. ત્યાર બાદ મતગણતરી 15 કલાક બાદ શનિવારે સાંજે ફરીથી ચાલુ થઇ હતી. માનવામાં આવી રહ્યું હતું કે જેએનયુ વિદ્યાર્થી સંઘ ચૂંટણીના પરિણામો રવિવારે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે પરંતુ પરિણામો બપોરે જ સામે આવી ગયા. 



અગાઉ ચૂંટણીમાં મતગણતરીને ચૂંટાયેલા અધિકારીઓએ મતગણતરીનું સ્થળ પર પરાણે પ્રવેશ અને મતપેટીઓ છીનવવાના પ્રયાસોનો હવાલો ટાંકીને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. બીજી તરફ મતગણતરીની પ્રક્રિયા ચાલુ થતાની માહિતી નહી થયાની માહિતી નહી મળી શકવાનો દાવો કરતા એબીવીપીના પ્રદર્શન કર્યું હતું. 

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)નાં વિદ્યાર્થી એકમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ ચૂંટણી અધિકારીઓ પર ડાબેરી સંગઠનો સાથે પક્ષપાત કરવાનો આરોપ લગાવતા કોર્ટે જવાની ધમકી ઉચ્ચારી હતી. ત્યાર બાદ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં ગતિરોધ 12 કલાકથી યથાવત્ત છે.  વામપંથી સંગઠનોએ આરોપ લગાવ્યો કે એબીવીપી કાર્યકર્તા હિંસામાં સંડોવાયેલા હતા. જો કે ભગવા સંગઠને તે મુદ્દે ઇન્કાર કર્યો છે. 

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (એએનયુએસયૂ) ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. કુલ 67.8 ટકા મતદાન થયું. તેને છ વર્ષોમાં સૌથી વધારે માનવામાં આવી રહ્યું છે. તેમાં 5 હજારથી વધારે વિદ્યાર્થીઓએ મતદાન કર્યું. વામ સમર્થિત ઓલ ઇન્ડિયા સ્ટૂડેટ્સ એસોસિએશન (આઇસા), સ્ટૂડેટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઇ), ડેમોક્રેટિક સ્ટૂડેટ્સ ફેડરેશન (ડીએસએફ) અને ઓલ ઇન્ડિયા વિદ્યાર્થી ફેડરેશન (એઆઇએસએફ) આ વખતે યૂનાઇટેડ લેફ્ટ ગઠબંધન બનાવીને  ચૂંટણી લડી રહ્યા હતા.