JNU હિંસામાં આવ્યું આઇશી ઘોષનું નામ, કહ્યું- અમે પોલીસથી ડરતા નથી, કારણ કે...
જેએનયૂ હિંસા મામલામાં દિલ્હી પોલીસે શંકાસ્પદોનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં આઇશી ઘોષ સહિત 9 છાત્રોના નામ છે.
નવી દિલ્હીઃ જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં રવિવારે રાત્રે હિંસાના મામલામાં દિલ્હી પોલીસે શુક્રવારે સાંજે માસ્કધારીની તસવીરો જાહેર કરી છે. તેમાં જેએનયૂ છાત્ર સંઘની અધ્યક્ષ આઇશી ઘોષ (Aishe Ghosh) સહિત 9 છાત્રો સામેલ છે. પોતાના પર લાગેલા આરોપો પર સફાઇ આપતા જેએનયૂએસયૂ અધ્યક્ષ આઇશી ઘોષે કહ્યું કે, દિલ્હી પોલીસ પોતાની તપાસ કરી શકે છે. મારી પાસે તે દેખાડવા માટે પણ પૂરાવા છે કે મારા પર કઈ રીતે હુમલો થયો હતો.
જેએનયૂએસયૂની અધ્યક્ષ આઇશીએ પત્રકાર પરિષદમાં કહ્યું, 'મને આ દેશના કાયદો-વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તપાસ નિષ્પક્ષ થશે. મને ન્યાય મળશે. પરંતુ દિલ્હી પોલીસ પક્ષપાત કેમ કરી રહી છે?' મારી ફરિયાદ એફઆઈઆરના રૂપમાં દાખલ કરવામાં આવી નથી. મેં કોઈ મારપીટ કરી નથી.
JNU હિંસાઃ હુમલાખોરોની થઈ ઓળખ, દિલ્હી પોલીસે જારી કરી 9 લોકોની તસવીરો
પોલીસથી ડરતા નથી
લેફ્ટ સમર્થક છાત્રાએ કહ્યું, 'અમે કંઇ ખોટું કર્યું નથી. અમે દિલ્હી પોલીસથી ડરતા નથી. અમે કાયદાકીય રીતે લડશું અને અમારા આંદોલનને શાંતિ અને લોકશાહીની રીતે આગળ લઈ જશું.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube