Indian Navy, Recruitment 2023: ભારતીય નેવીમાં સામેલ થવાની શાનદાર તક છે. ભારતીય નેવીએ સિવિલિયન પર્સનલ પદો પર ભરતી માટે અરજી મંગાવી છે. યોગ્ય ઉમેદવાર ભારતીય નેવીની અધિકૃત વેબસાઈટ joinindiannavy.gov.in ના માધ્યમથી અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ રજિસ્ટ્રેશન શરૂ થયું તે તારીખથી 28 દિવસ સુધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Indian Navy Vacancy 2023
આ ભરતી અભ્યાનના માધ્યમથી કુલ 248 પદો પર ભરતી કરાશે. જેમાં એનએડી, મુંબઈમાં 117 પદ, કારવાર- 55 પદ, એનઈડી, ગોવા- 2 પદ, એનઈડી વિશાખાપટ્ટનમ- 57 પદ, એનઈડી રામબિલી- 15 પદ, અને એનઈડી સુનાબેડા- 2 પદ સામેલ છે. 


શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા
પદ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈ પણ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન (ધોરણ 10 પાસ) પ્રમાણપત્ર કે તેના સમકક્ષ હોવું જરૂરી છે. ઉમેદવારની ઉંમર મર્યાદા 16થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ. 


ફીની વિગતો
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/ ભૂતપૂર્વ સૈનિકો અને મહિલા ઉમેદવારોને બાદ કરતા અન્ય તમામ ઉમેદવારોએ નેટ  બેંકિંગ કે વીઝા માસ્ટર/ ક્રેડિટ/ ડેબિટકાર્ડ/ યુપીઆઈ ઓનલાઈન માધ્યમથી 205 રૂપિયા ફી ભરવાની રહેશે. 


10મું પાસ હશો તો પણ પરીક્ષા વગર મળશે સરકારી નોકરી, 40000 પદો માટે ભરતી બહાર પડી


Army Recruitment 2023: ભારતીય સેનામાં છે નોકરી, દર મહિને રૂ. 2.50 લાખ મળશે પગાર


દેશની આ બેંકમાં આવી નોકરીની બમ્પર તક, મહિને 80,000 થી વધુ પગાર મળશે


પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં અરજીની સક્રિનિંગ અને લેખિત પરીક્ષા દ્વારા ઉમેદવારોનું શોર્ટલિસ્ટિંગ સામેલ છે. લેખિત પરીક્ષાની તારીખ, સમય અને સ્થાનની સૂચના શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોના રજિસ્ટર્ડ ઈ મેઈલ આઈડી પર મોકલી દેવાશે. 


આટલો મળશે પગાર
ભારતીય નેવીએ સિવિલિયન પર્સનલ પદો પર સિલેક્ટ થનારા ઉમેદવારોને પે લેવલ-2 હેઠળ 19900 રૂપિયાથી લઈને 63200 રૂપિયા સુધી પગાર આપવામાં આવશે. 


કેવી રીતે કરશો અરજી
ઉમેદવારોએ વેબસાઈટ www.joinindiannavy.gov.in > જોઈન નેવી > જોઈન કરવાની રીત > સિવિલિયન > ટ્રેડ્સમેન સ્કિલ્ડ /એનઈડી નો ઉપયોગ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી પત્ર ભરતા પહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ઓનલાઈન અરજી પત્ર ભરવા અને જમા કરવાના નિર્દેશવાળી ઓનલાઈન સૂચના દિશાનિર્દેશ ડાઉનલોડ  કરી લેવા. Indian Navy Recruitment 2023: Notification


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube