જોધા અક્બરના અભિનેતા સૈયદ બદરુલ હસન ખાન બહાદ્દુર ઉર્ફે પપ્પુ પોલિસ્ટરનું નિધન
તેઓ હિન્દી ફિલ્મો, ટીવી અને થિયેટરમાં છેલ્લા 25 વર્ષથી અભિનયના ઓજસ પાથરી રહ્યા હતા
નવી દિલ્હીઃ હિન્દી ફિલ્મો અને ટીવી ધારાવાહિકનો પ્રખ્યાત અભિનેતા સૈયદ બદરૂલ હસન ખાન બહાદ્દુર કે જેઓ પપ્પુ પોલિસ્ટર તરીકે વધુ ઓળખાતા હતા, તેમનું મંગળવારે નિધન થઈ ગયું. તેમણે ભારતમાં અનેક હિન્દી ફિલ્મો અને ટીવી શો ઉપરાંત થિયેટરમાં પણ કામ કર્યું છે.
તેમનાં મૃત્યુનું કારણ હાલ જાણી શકાયું નથી. પપ્પુ પોલિસ્ટર ઉત્તરપ્રદેશના લખનઉના વતની હતાઅને તેમણે 'ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલ્તાન' સહિત અનેક જાણીતી ટીવી ધારાવાહિકોમાં કામ કર્યું છે. ટીપુ સુલ્તાન ધારાવાહિકમાં તેમને શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટર તરીકે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.
ભારતને ફરી ઝટકો આપી શકે છે વિજય માલ્યા, બ્રિટિશ સરકાર સામે કરશે અપીલ
તેઓ છેલ્લા 25 વર્ષથી હિન્દી ફિલ્મો, ટીવી અને થિયેટર ક્ષેત્રે કાર્યરત હતા. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પપ્પુ પોલિસ્ટર એક તાલીમ પ્રાપ્ત અને શ્રેષ્ઠ શાસ્ત્રીય નર્તક પણ હતા. તેઓ એટલું સુંદર શાસ્ત્રીય નૃત્ય કરતા હતા કે તેમને પંડિત બીરજુ મહારાજે શ્રેષ્ઠ ક્લાસિકલ ડાન્સની ટ્રોફી પણ આપી હતી.
તેમણે કરેલી ફિલ્મોમાં આપ મુઝે અચ્છે લગને લગે, હીરો હિન્દુસ્તાન, જોધા અક્બર, તુમસે અચ્છા કૌન, મીસિસ શ્રીમતી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, મન, ખોયા ખોયા ચાંદ, ફરિશ્તે, મહારાજા, ફૂલ ઓર અંગાર, તેરે મેરે સપને, બાદલ અને અંધા ઈન્તેકામ જેવી જાણીતી છે.
સુરતના વેપારીઓ કરી રહ્યા છે આવી રીતે મોદીનો પ્રચાર, દેશભરમાં થઇ રહી છે ચર્ચા
તેમની બીજી એક અન્ય ઓળખ એ છે કે, તેઓ અવધના 10મા નવાબ વાજિદ અલી શાહના વંશજ પણ હતા.