એર ઇન્ડિયાની ફ્લાઇટથી પાંચ શંકાસ્પદની ધરપકડ, યાત્રીની ફરિયાદ બાદ કાર્યવાહી
એર ઇન્ડિયાની ફ્લાઇટના જોધપુર પહોંચતા જ સુરક્ષા કર્મચારીઓએ વિમાનને પોતાનાં ઘેરામાં લઇ લીધું, હાલ આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે
જોધપુર : એર ઇન્ડિયાની મુંબઇ-જોધપુર ફ્લાઇમાં સોમવારે એક યાત્રીની ફરિયાદ બાદ પોલીસ દ્વારા દરોડો પાડીને પાંચ શંકાસ્પદ યુવકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલા હોવાની આશંકાના કારણે આ તમામ પુછપરછ કરવામાં આવી રહી છે. હાલ સુરક્ષા એજન્સીઓએ આ અંગે કોઇ પ્રકારની માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે. અન્ય તમામ યાત્રિઓને બે કલાકના સંશોધન બાદ વિમાનથી બહાર જવા દેવામાં આવ્યા.
એર ઇન્ડિયાની મુંબઇથી જોધપુર જઇ રહેલી ફ્લાઇટ નંબર 645માં 169 યાત્રી બેઠેલા હતા. એક યાત્રીએ ક્રુ મેંબરને માહિતી આપી કે તેની બાજુમાં બેઠેલા પાંચ યુવકોની ગતિવિધિઓ શંકાસ્પદ લાગી રહી છે. આ આતંકવાદી હોઇ શકે છે. પાયલોટે એટીસી જોધપુરને આ માહિતી આપી, ત્યાર બાદ જોધપુરમાં રહેલા સીઆઇએસએફનાં જવાનો હરકતમાં આવી ગયા.
એર ઇન્ડિયાની ફ્લાઇટના જોધપુર પહોંચતાની સાથે જ સુરક્ષા કર્મચારીઓએ વિમાનને પોતાનાં ઘેરામાં લઇ લીધું. આશરે 45 મિનિટ સુધી વિમાનનાં દરવાજા પણ નહોતા ખોલવામાં આવ્યા. આ દરમિયાન તમામ 169 યાત્રીઓ ગભરાયેલી હાલતમાં બેઠા રહ્યા. ક્રૂ મેંબરે પણ આ દરમિયાન તેમને કોઇ પણ માહિતી નહોતી આપી. તેમણે પાંચ શંકાસ્પદ યુવક અશોક, સાગર, પ્રસન્ન, મુરલી અને ગંગાધરની પુછપરછ માટે કસ્ટડીમાં લઇ લીધા અને તેમનાં લઇને બહાર ગયા. અન્ય તમામ યાત્રીઓને વિમાનમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટના દરમિયાન તમામ યાત્રીઓના સામાનની કડક ચકાસણી કરવામાં આવી. બે કલાક બાદ તમામ યાત્રીઓને બહાર નિકળવા માટેની પરવાનગી આપવામાં આવી. બહાર નિકળેલા એક યાત્રીએ જણાવ્યું કે, તેમને કંઇ સમજમાં ન આવ્યું કે સમગ્ર મુદ્દો શું છે, જો કે પોલીસ કેટલાક યુવકોને પોતાની સાથે જરૂર લઇ જતી. બીજી તરફ પોલીસ ઓક એરપોર્ટની સુરક્ષા એજન્સીઓએ કસ્ટડીમાં લેવામાં આવ્યા. યુવકો અંગે કેટલીક પણ ટીપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો. તેમનું કહેવું છે કે પુછપરછ બાદ જ તેઓ કંઇક જણાવી શકશે.