કેજરીવાલના ઇરાદાઓ પર પાણી ફરી વળ્યું, AAP કાર્યકર્તા દ્વારા ચલાવાઇ ગોળી: BJP
શાહીન બાગમાં ગોળી ચલાવવાના મામલે ધરપકડ કરાયેલા કપિલ ગુર્જર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાના દિલ્હી પોલીસના દાવા બાદ ભાજપનું આક્રમણ અપનાવ્યું છે. દિલ્હી પોલીસના ખુલાસા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે મોડી સાંજે નિવેદન જાહેર કરી આમ આદમી પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર જોરદાર નિશાન સાધ્યું.
નવી દિલ્હી: શાહીન બાગમાં ગોળી ચલાવવાના મામલે ધરપકડ કરાયેલા કપિલ ગુર્જર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાના દિલ્હી પોલીસના દાવા બાદ ભાજપનું આક્રમણ અપનાવ્યું છે. દિલ્હી પોલીસના ખુલાસા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે મોડી સાંજે નિવેદન જાહેર કરી આમ આદમી પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર જોરદાર નિશાન સાધ્યું. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે દિલ્હી પ્રદેશ કાર્યાલય પર પ્રેસ કોન્ફ્રેસ કરી કહ્યું કે તેમની પાર્ટી બેનકાબ થઇ ગયા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પોતાના નિવેદનમાં કહ્યું કે 'કેજરીવાલ અને તેમની પાર્તી દેશને વિખંડિત કરનાર નિવેદન આપનાર ટુકડે-ટુકડે ગેંગને બચાવીને રાખી છે. શરજીલ ઇમામના પક્ષમાં રાજકીય પાસા ફેંક્યા હતા, પરંતુ જ્યારે દિલ્હી પોલીસે તેને પકડીને તેમના ઇરાદા પર પાણી ફેરવી દીધું પછી તેમણે આપના કાર્યકર્તા પાસે ગોળી ચલાવી હતી.
તેમણે કહ્યું કે પીએફઆઇ જેવા આતંકવાદી સંગઠન સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી ઇમામ હુસૈનનો ફોટો આખી દુનિયાએ જોયો. પીફઆઇની ગતિવિધિઓએ દેશની અસ્મિતા અને સુરક્ષાને કેટલું નુકસાન પહોંચ્યું છે. આ દેશને ખબર છે પરંતુ કમાલ છે કે કેજરીવાલ તેમની સાથે ઉભા છે.
જેપી નડ્ડાએ કહ્યું કે 'હું કેજરીવાલને સ્પષ્ટ કરવા માંગુ છું કે આ દેશની કોઇપણ ચૂંટણી (Delhi Assembly Election 2020), કોઇપણ સરકાર કરતાં મોટી છે અને તેમની સુરક્ષા સાથે ખિલવાડ કરનારને આ દેશ માફ નહી કરે. કેજરીવાલ અને તેમની આખી ટીમ બેનકાબ થઇ ગઇ છે. દિલ્હીની જનતા આકરો જવાબ આપશે.
જેપી નડ્ડાએ કહ્યું કે દેશ અને દિલ્હીની જનતાએ આજે આમ આદમી પાર્ટીનો ગંદો ચહેરો જોયો. રાજકીય લાલસા માટે કેજરીવાલ અને તેમના લોકોએ દેશની સુરક્ષા સુધી વેચી દીધી. પહેલાં કેજરીવાલ સેનાનું અપમાન કરતા હતા અને આતંકવાદીઓની વકાલાત પરંતુ હવે તો તેમની આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપનાર સાથે સંબંધ સામે આવી ગયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube