ડિજિટલ યુગમાં ન્યાયિક પ્રક્રિયા ખુબ જ દબાણમાં કામ કરી રહી છે: જસ્ટિસ સીકરી
સુપ્રીમ કોર્ટનાં જજ એ.કે સીકરીએ એક સમ્મેલનમાં સ્વીકાર કર્યો કે આજે ન્યાયીક પ્રક્રિયા દબાણમાં છે, તેમણે કહ્યું કે, કોઇ મુદ્દે સુનવણી ચાલુ થતા પહેલા જ લોકો વિવાદ કરવા લાગે છે
નવી દિલ્હી : જસ્ટિસ એ.કે સીકરીએ રવીવારે કહ્યું કે, ન્યાયીક પ્રક્રિયા દબાણમાં છે અને કોઇ મુદ્દે સુનવણી ચાલુ થતા પહેલા જ લોકો ચર્ચા કરવા લાગે છે તેનો નિર્ણય શું આવવો જોઇએ ? તેના ન્યાયાધીશો પર પ્રભાવ પડે છે. જસ્ટિસ સીકરીએ લોએશિયામાં પહેલા સમ્મેલનમાં ડિજીટલ યુગમાં પ્રેસની સ્વતંત્રતા વિષય પર ચર્ચાને સંબોધિત કરતા કહ્યું કે, પ્રેસની સ્વતંત્રતા નાગરિક અને માનવાધિકારની રુપરેખા અને કસોટીને બદલી રહ્યા છે અને મીડિયા ટ્રાયલનો હાલનું વલણ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે.
મહેબુબા મુફ્તીએ ઇમરાન ખાનનાં ખુબ વખાણ કર્યા, રામં મંદિર મુદ્દે કેન્દ્રની ઝાટકણી કાઢી
જસ્ટિસ સિકરીએ કહ્યું કે, મીડિયા ટ્રાયલ પહેલા પણ થતા હતા, પરંતુ આજે જે થઇ રહ્યું છે તે એમ છે કે કોઇ મુદ્દો ચગાવવામાં આવે છે, એક અરજી દાખલ કરી દેવામાં આવે છે. આ અરજી અંગે સુનવણી ચાલુ થતા પહેલા જ લોકો આ ચર્ચા શરૂ કરી દે છે કે તેનો ચુકાદો શું હોવો જોઇએ. અને મારો અનુભવ કહે છે કે જજ ગમે તેવા મુદ્દાનો નિર્ણય કરે છે, તેનો તેના પર પ્રભાવ પડે છે.
J&K: લાલચોક નજીક CRPF ટીમ પર ગ્રેનેડથી હૂમલો, 12 ઘાયલ
ન્યાયમૂર્તિ સીકરીએ કહ્યું કે, આ સુપ્રીમ કોર્ટમાં વધારે નથી કારણ કે જ્યા સુધી તેઓ (જજ) સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે તે ખુબ જ પરિપક્વ થઇ જાય છે અને તેઓ જાણે છે કે મીડિયામાં ગમે તે થઇ રહ્યો છે, તેમને કાયદાના આધારે મુદ્દે નિર્ણય કઇ રીતે કરવાનો છે. આજે ન્યાયીક પ્રક્રિયા દબાણમાં છે. તેમણે કહ્યું કે, થોડા વર્ષે પહેલા ધારણા હતી કે પછી સુપ્રીમ કોર્ટ હોય, હાઇકોર્ટ હોય કે કોઇ નિચલી કોર્ટ એકવાર કોર્ટનો ચુકાદો આવી ગયો તો તમારે ચુકાદાની ટીકા કરવાનો સંપુર્ણ અધિકાર છે. હવે જે ન્યાયાધીશ ચુકાદો આપે છે, તેમને પણ બદનામ કરવામાં આવે છે અથવા તેમની વિરુદ્ધ માનહાનિકારક ભાષણ આપવામાં આવે છે.