કોણ છે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના મામલે ધરપકડ કરાયેલા મૌલાના સલમાન અઝહરી? શું છે મામલો
જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત એટીએસએ ધરપકડ કરી લીધી છે. મોલાના મુફ્તી સલમાન અઝહરી કોણ છે અને તેમને પોલીસે કેમ પકડ્યા તે ખાસ જાણવું જરૂરી છે.
જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત એટીએસએ ધરપકડ કરી લીધી છે. મૌલાના સલમાન અઝહરીની ધરપકડ બાદ પોલીસ તેમને ઘાટકોપર પોલીસ મથક લઈને પહોંચી. ત્યારબાદ પોલીસ મથકની બહાર મોટી સંખ્યામાં મૌલાનાના સમર્થકોની ભીડ ઉમટી પડી. ત્યારબાદ પોલીસે તેમને વેરવિખેર કરવા માટે હળવા લાઠીચાર્જનો સહારો લીધી. પોલીસ હવે પોલીસ મથક બહાર સુરક્ષા કડક કરી છે. મોલાના મુફ્તી સલમાન અઝહરી કોણ છે અને તેમને પોલીસે કેમ પકડ્યા તે ખાસ જાણવું જરૂરી છે.
બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા
મુંબઈ પોલીસે મૌલાના અને બે અન્ય વિરુદ્ધ આઈપીસીની કલમ 153સી, 505(2), 188 અને 114 હેઠળ ગુનો દાખલ કર્યો છે. સલમાન અઝહરીને પહેલા ઘાટકોપર પોલીસ મથક રખાયા. જ્યાં સમર્થકોની ભીડ ભેગી થઈ ગઈ. રવિવારે મોડી રાતે ગુજરાત પોલીસ મૌલાના અઝહરીને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈને મુંબઈથી જૂનાગઢ રવાના થઈ ગઈ. મૌલાના અઝહરી વિરુદ્ધ મામલા સંબંધિત ગુજરાત પોલીસ પહેલેથી જ આઈપીસીની કલમ 153 બી (વિવિધ ધાર્મિક સમૂહો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવું) અને 505 (2) (પબ્લિકને ભડકાવતું ભાષણ આપવું) હેઠળ બે વ્યક્તિ મોહમ્મદ યસુફ માલેક અને અઝીમ હબીબ ઓડેદરા સ્થાનિક આયોજકોને પકડી ચૂકી છે. મુફ્તી અઝહરીએ જૂનાગઢમાં ગત બુધવારે ભાષણ આપ્યું હતું.
કોણ છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી
મૌલાના મુફ્તી સલમાન અઝહરી પોતાને ઈસ્લામીક રિસર્ચ સ્કોલર ગણાવે છે. સલમાન અઝહરી જામિયા રિયાઝુલ જન્નાહ, અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ તથા દારૂલ અમાનના સંસ્થાપક છે. તેમણે કાહિરાની અલ અઝહર યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. મૌલાના મુફ્તી અનેક સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં સક્રિય જોવા મળે છે. મુસ્લિમ સમુદાયમાં તે ઘણા લોકપ્રિય છે અને તેમની ફેન ફોલોઇંગ ખુબ મોટી છે. તેઓ અનેકવાર પોતાના ભડકાઉ ભાષણોને લઈને ચર્ચામાં પણ રહી ચૂકયા છે. આ ઉપરાંત તેઓ ઈસ્લામિક વિદ્યાર્થીઓ વચ્ચે પણ અનેકવાર ઉપદેશ આપી ચૂક્યા છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube