નવી દિલ્હીઃ વર્ષ 1975માં ભારતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ બંધારણની કલમ 352 હેઠળ કટોકટીની જાહેરાત કરતાની સાથે અનિશ્વિત સમય સુધી ભારતીય લોકો પાસેથી મૂળભૂત અધિકારો અને વર્તમાન પત્રો ઉપર સેન્સર શિપ લાદી દેવામાં આવી હતી. 25મી જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધીના 21 મહિનાના સમયગાળાને ભારતનો સૌથી વિવાદાસ્પદ સમયગાળો માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકીય ખળભળાટ
વિરોધ પક્ષો સતત ઇન્દિરા ગાંધી ઉપર આરોપ લગાવી રહ્યા હતા કે ઇન્દિરા ગાંધીએ 1971ની ચૂંટણી જીતવા માટે ભરપુર કાવાદાવાનો ઉપયોગ કર્યો છે. ગાંધીવાદી વિચારસરણી ધરાવતા જયપ્રકાશ નારાયણે ઇન્દિરા ગાંધીના આ પગલાં સામે બિહારમાં જોરદાર આંદોલન ચલાવ્યું હતું. જયપ્રકાશ ઇન્દિરા ગાંધીની આ છેતરપિંડી માટે કેન્દ્ર સરકાર સામે સીધા પગલા લેવાની માંગણી કરી રહ્યા હતા.


આ માટે નારાયણે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ, ગ્રામીણ લોકો અને મજદૂર સંગઠનોને પોતાની લડતામાં જોડાઇ જવા માટે આહવાન કર્યુ હતું. નારાયણે સમગ્ર ભારતમાંથી ઇન્દિરા ગાંધીના શાસનને ફગાવી દેવાની લડતને સમગ્ર ભારતમાંથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો હતો. આ ઉપરાંત ઇન્દિરા ગાંધીએ ગુજરાતમાં જનતા પાર્ટીની સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે પોતે પાર્લામેન્ટમાં અવિશ્વાસનો પ્રસ્તાવનો સામનો કરી રહી હતી.


આ પણ વાંચોઃ એ સમયે કેદીને સજાનો નહીં નસબંધીનો ડર હતો! હથકડી સાથે ટ્રેનમાંથી કુદીને ભાગ્યો કેદી, પોલીસે એન્કાઉન્ટર કર્યું!


અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો
ઇન્દિરા ગાંધીની સામે હારી જનારા રાજ નારાયણે હાઇકોર્ટમાં કેસ દાખલ કરીને જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન મોટા પ્રમાણમાં સરકારી મશિનરી અને અધિકારીઓનો દુરપયોગ કર્યો છે. આ કેસના ચૂકાદામાં અલ્હાબાદ હાઇકોર્ટે ઇન્દિરા ગાંધીની ચૂંટણી ગેરકાયદેસર જાહેર કરી હતી. ઉપરાંત તેમનું લોકસભાનું સભ્યપદ છીનવીને આગામી છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઇકોર્ટે આપેલા ચૂકાદાને સમગ્ર વિશ્વમાં વખાણવામાં આવ્યું હતું, જોકે બાદમાં આ ચૂકાદો જ કટોકટી જાહેર કરવાનું મુખ્ય કારણ બની ગયુ હતું.


કટોકટીની જાહેરાત
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રાયે ઇન્દિરા ગાંધીને દેશમાં કટોકટી લાદવાની ભલામણ કરી હતી. કટોકટીની જાહેરાત કરતાની સાથે જ ઇન્દિરા ગાંધીને વધારાની સત્તાઓ પ્રાપ્ત થઇ ગઇ હતી. કટોકટીની જાહેરાત માટે ઇન્દિરા ગાંધીએ સમગ્ર દેશમાં ચાલી રહેલી હડતાલ અને તેમની સામેના વિરોધનું કારણ દર્શાવ્યું હતું. ઇન્દિરા ગાંધીએ આ કટોકટીની સરખામણી થોડા સમય પહેલા જ સંપન્ન થયેલા પાકિસ્તાનના યુદ્ધ સાથે કરી હતી. કટોકટીની જાહેરાતની સાથે જ સરકારે સમગ્ર ભારતમાં તેમનો વિરોધ કરી રહેલા જયપ્રકારશ નારાયણ, રાજ નારાયણ, મોરારજી દેસાઇ, સત્યેન્દ્ર નારાયણ સિંહા અને અન્ય કાર્યકરોને જેલમાં ધકેલી દીધા હતા. ઉપરાંત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સહિત સંગઠનો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં કોમ્યુનિસ્ટ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.


લોકશાહી કે સરમુખત્યારશાહી?
21 મહિના લાંબી ચાલેલી કટોકટી બાદ 23મી જાન્યુઆરી 1977ના રોજ ઇન્દિરા ગાંધીએ ચૂંટણીની જાહેરાત કરી હતી. ઉપરાંત આજ દિવસે કટોકટીના સત્તાવાર અંતની જાહેરાત કરવામાં આવી હતી. આ કટોકટીના અંત બાદ જનતા પાર્ટીના નેતાઓએ ભારતના લોકોને લોકશાહી અથવા સરમુખત્યારશાહીમાંથી પસંદગી કરવાની આખરી તક કહીને ઇન્દિરા ગાંધીના શાસનનો અંત લાવવાની અપીલ કરી હતી.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube