અમદાવાદ :મીન રાશિમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. જુલાઈની 29 તારીખે ગુરુ ગ્રહ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે અને 24 નવેમ્બર સુધી આ ગ્રહ આ અવસ્થામાં રહેશે. આ સમયગાળાની દરેક રાશિ પર અસર પડશે. કારણ કે, ગુરુની ગતિ તમામ રાશિઓ પર અસર કરતી હોય છે. પરંતુ ચાર રાશિ એવી છે જેને લાભ થશે. ત્યારે જાણી કે કઈ ચાર રાશિ એવી છે જેમના ભાગ્ય ચમકી જશે, અને બાકીની રાશિઓને કેવી અસર થશે.


  • આ રાશિને પોઝિટિવ અસર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ, મિથુન, કર્ક, કુંભ


  • આ રાશિને નેગેટિવ અસર


મેષ, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, મીન 


  • મેષ


મેષ રાશિના ખર્ચા વધી જશે, કારણ કે, આ રિશામાં ગુરુ બારમા ભાવમાં વક્રી થશે. કામનો બોજો વધશે. વેપારમાં પણ સાવધાની રાખીને ચાલજો. કારણ કે, ધનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે. આનાથી બચવા માટે કોઈપણ ગુરુવારના દિવસે ગુરુ ગ્રહને લગતા યજ્ઞ કરો.


  • વૃષભ


ગુરુ તમારી રાશિમાં 11 મા ભાવમાં વક્રિ થશે, તેથી આ રાશિના લોકોને લ્હાણી થશે. નોકરી હોય કે વેપાર હોય, તમારી આવક વધશે. દરેક ગુરુવારે ગુરુ ગ્રહની પૂજા કરશો તો તમારો સમય વધુ સારો જશે. 


  • મિથુન


જો તમારી રાશિ મિથુન છે તો તમારા દિવસો સારા જશે. ગુરુ તમારી રાશિમાં 10 ભાવમાં વક્રી થશે. તેથી પ્રમોશન થવાની શક્યતા છે. વેપારમાં પણ ફાયદો થશે. ગુરુવારના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ કે ગરીબોને ભોજન કરાવો.


  • કર્ક


તમારી રાશિમાં ગુરુ 9 મા ભાવમાં વક્રી થશે, તેથી તમારુ નસીબ ચમકી જશે. વેપાર નોકરીમાં લાભ થશે અને ધનનો લાભ મળશે. આ માટે શનિવારનો દિવસ તમારા માટે ખાસ છે. આ દિવસે કાગડાને અન્ન-જળ આપો.


  • સિંહ 


સિંહ રાશિ માટે વક્રીનો સમય કપરો બની રહેશે. રાશિમાં 8 મા ભાવમાં ગુરુનું વક્રી થવુ નુકસાની લાવશે. કામનો ભાર વધશે, નોકરીમાં પરેશાની, વેપારમાં નુકસાન થવાના યોગ છે. જીવનસાથી સાથે પણ અણબનાવ થઈ શકે છે. વક્રી પ્રભાવ ઓછો કરવા ગુરુવારના દિવસે 108વાર ૐ ગુરુવે નમઃ નો જાપ કરો.


  • કન્યા


ગુરુ તમારી રાશિમાં સાતમા ભાવમાં વક્રી થશે. જે તમારા માટે ખરાબ સમય લાવશે. ઓફિસ સ્થળે વાતાવરણ ગરમ રહેશે. મન પ્રમાણે કામ નહિ થાય. પાર્ટનરશિપનો ધંધો છે તો ખાસ સાચવજો. પરિવારમાં પણ ખટરાગ રહેશે. આનાથી બચવા માટે રોજ ૐ નમઃ શિવાયની માળા કરજો. 


  • તુલા


તમારી રાશિમાં છઠ્ઠા સ્થાને ગુરુ વક્રી થશે. જે નુકસાની નોંતરશે. તમારા કરિયર પર સંકટ આવી શકે છે. વેપાર પણ ઠંડો જશે. જીવનસાથી સાથે વિવાદ વધશે. તો સ્વાસ્થયની ચિંતાઓ પણ તમને કોરી ખાશે. આવામાં રરોજ 21 વાર ૐ બૃહસ્પતયે નમઃ મંત્રનો જાપ કરશો તો બચી શકશો.


  • વૃશ્ચિક


ગુરુ તમારી રાશિમાં પાંચમા ભવમાં જશે. તેથી નોકરી, સ્વાસ્થય, પરિવાર દરેક જગ્યાએ તમને તકલીફો આવશે. જોકે, ધનની આવક થોડી વધશે. તો ખર્ચ પણ વધશે. ગુરુવારના દિવસે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવવો.


  • ધન


તમારી રાશિ માટે પણ કપરા ચઢાણ છે. ચોથા ભાવમાં ગુરુ જશે, એટલે સમસ્યા આવશે. નોકરી પણ બદલવી પડશે. વેપારીઓને નુકસાન થશે. પરિવારમાં ખટરાગ અને સ્વાસ્થયનું ખાસ ધ્યાન રાખજો. આ માટે ગુરુવારે ગુરુ ગ્રહનો યજ્ઞ કરાવજો. 


  • મકર


ત્રીજા ભાવમાં ગુરુ જશે એટલે સમસ્યા તો રહેશે. પરંતુ સમાધાન પણ મળશે. વેપારીઓને ફાયદો થશે. તો આર્થિક રીતે પણ દિવસો સામાન્ય જશે. પરંતુ આ દિવસોમાં તમારી સાથે કોઈ અકસ્માત થવાની શક્યતા છે. આ માટે ગુરુવારના દિવસે ભગવાન શિવનો યજ્ઞ કરવો.


  • કુંભ


જે ચોથી રાશિને આ વક્રી સમયનો ફાયદો થશે તે કુંભ રાશિ છે. આ રાશિમાં બીજા ભાવમાં ગુરુ વક્રી થશે. તેથી ચારે તરફથી ફાયદો મળશે. વેપારમાં ફાયદો થશે. તો સહકર્મીઓ, જીવનસાથી અને વડીલોનો પણ સાથ મળશે. શનિવારના દિવસે ગરીબોને ભોજન કરાવજો.


  • મીન 


ગુરુ તમારી જ રાશિમાં વક્રી થવાનો છે તેથી તમારી રાશિને મોટી અસર થશે. અચાનક નોકરી બદલવી પડી શકે છે, તેથી આવકમાં ફાયદો થશે. તો ક્યાંક ખોટ પણ થશે. આવક ઓછી થઈ શકે છે અને ખર્ચા વધી શકે છે. આનાથી બચવા રોજ ૐ મંદાય નમઃ મંત્રની એક માળા કરો.