જસ્ટિસ ચંદ્રચૂડ બનશે 50માં CJI, ચીફ જસ્ટિસ યુયુ લલિતે સરકારને મોકલ્યું નામ
જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ દેશના આગામી ચીફ જસ્ટિસ બનશે. હાલના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) યુયુ લલિતે પોતાના અનુગામી તરીકે એટલે કે દેશના આગામી CJI તરીકે કેન્દ્ર સરકારને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડના નામની ભલામણ કરી છે. કેન્દ્રને પત્ર મોકલતા પહેલા ચીફ જસ્ટિસ યુયુ લલિતે આજે સુપ્રીમ કોર્ટના તમામ જજોની બેઠક બોલાવી હતી. પરંપરા મુજબ દેશના વર્તમાન CJI પોતાના વારસદારની ભલામણ કરનાર ઔપચારિક પત્ર સરકારને મોકલે છે.
વાત જાણે એમ છે કે કેન્દ્ર સરકારે CJI યુયુ લલિત પાસે આગામી CJI ના નામની ભલામણ માંગી હતી. યુયુ લલિતનો કાર્યકાળ 8 નવેમ્બર સુધી છે. પરંપરા મુજબ CJI બીજા અન્ય વરિષ્ઠ જજના નામની ભલામણ સરકારને મોકલે છે. હાલ સિનિયરિટીમાં જસ્ટિસ યુયુ લલિત બાદ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ બીજા નંબરે છે.
આ એક પરંપરા છે જે મુજબ કેન્દ્ર તરફથી ઔપચારિક રીતે આગ્રહ કરાયા બાદ ચીફ જસ્ટિસ પોતાના રિટાયરમેન્ટના લગભગ મહિના પહેલા એક બંધ કવરમાં પોતાના અનુગામીના નામની ભલામણ કરે છે. જો કે ચીફ જસ્ટિસ પોતાના બાદ આવતા સૌથી વરિષ્ઠ જજના નામની ભલામણ કરે છે, ત્યારબાદ સરકાર તેમની નિયુક્તિ કરે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube