નવી દિલ્હી : ઝડપથી દેશને પ્રથમ લોકપાલ મળવાના છે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષની દેશનાં પ્રથમ લોકપાલ બનવાનું સૌભાગ્ય મળ્યું છે. વડાપ્રધાન મોદી, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પ્રખ્યાત કાયદા શાસ્ત્રી મુકુલ રોહતગીની પસંદગી સમિતીએ શુક્રવારે તેમનું નામ પસંદ કર્યું અને તેમની ભલામણ કરી હતી. આ બાબતે સોમવારે અધિકારીક જાહેરાત થાય તેવી શક્યા છે. 
ગોવામાં નવા મુખ્યમંત્રીની શોધ, CM પરિર્કરની બગડી રહેલું સ્વાસ્થય BJPનો ચિંતાનો વિષય

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, મલ્લિકાર્જુન ખડગેએ લોકપાલ પસંદગી સમિતીની બેઠકમાં જોડાયાની સરકારની ભલામણને સતત સાતમી વખત ફગાવતા કહ્યું હતું કે, વિશેષ આમંત્રીત સભ્યનાં લોકપાલ પસંદગીની હોસ્સો હોવા અથવા તેની બેઠકમાં જોડાવા માટેનું કોઇ જ પ્રાવધાન નથી. 

ખડગેની નારાજગી
લોકપાલ પસંદગી સમિતીની બેઠક શુક્રવારે થઇ હતી. લોકસભામાં કોંગ્રેસનાં નેતાએ વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું હતું કે, લોકપાલ અધિનિયમ 2013ની કલમ ચારમા વિશેષ આમંત્રીત સભ્યનાં લોકપાલ પસંદગી સમિતીનો હિસ્સો હોવા અથવા તેની બેઠકમાં જોડાવાનું કોઇ જ પ્રાવધાન થી. ખડગેએ કહ્યું કે, 2014માં સત્તામાં આવ્યા બાદથી મોદી સરકારે લોકપાલ કાયદામાં એવા સંશોધન કરવાનો કોઇ જ પ્રયાસ નથી કર્યું. જેના કારણે વિપક્ષની સૌથી મોટી પાર્ટીનું નેતા પસંદગી સમિતીનાં સભ્ય તરીકે બેઠકમાં જોડાઇ શકે છે.