નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટનાં પુર્વ ચીફ જસ્ટિસ રાજિંદર સચ્ચરનું નિધન થઇ ચુક્યું છે. જસ્ટિસ સચ્ચર 94 વર્ષનાં હતા. ભારતમાં મુસલમાનોની સ્થિતી પર બનાવાયેલી સચ્ચસ કમિટી ખુબ જ ચર્ચામાં રહી હતી. તેમનો જન્મ 22 ડિસેમ્બર, 1923નાં રોજ થયો હતો. જસ્ટિસ સચ્ચર ઘણા લાંબા સમયથી બીમાર હતા અને હાલમાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરાવામાં આવ્યા હતા. માનવાધિકારનાં મુદ્દે જસ્ટિસ સચ્ચરે ઘણુ કામ કર્યું હતું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ સચ્ચરે 1952માં તેમણે વકીલાત દ્વારા પોતાનાં કેરિયરની શરૂઆત કરી હતી. 8 ડિસેમ્બર, 1960માં સુપ્રીમ કોર્ટે વકીલાત શરૂ કરી હતી. 12 ફેબ્રુઆરી, 1970નાં રોજ બે વર્ષ માટે દિલ્હી હાઇકોર્ટનાં એડિશનલ જજ બન્યા હતા. 5 જુલાઇ, 1972નાં રોજ દિલ્હી હાઇકોર્ટનાં જજ બનાવવામાં આવ્યા હતા. દિલ્હી હાઇકોર્ટ ઉપરાંત જસ્ટિસ સચ્ચર સિક્કિમ, રાજસ્થાન હાઇકોર્ટનાં કાર્યવાહક ચીફ જસ્ટિસ રહી ચુક્યા છે. 

સચ્ચર કમિટી માટે યાદ કરવામાં આવશે
ભારત સરકારે 9 માર્ચ, 2005નાં રોજ દેશનાં મુસલમાનોનાં તથાકથિત સામાજિક, આર્થિક અને શૈક્ષણીક પછાતપણા મુદ્દે તપાસ કરવા માટે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીને મુસલમાનોની આર્થિક ગતિવિધિઓનાં ભૌગોલિક સ્વરૂપ, તેમની સંપત્તી અને આવકનું માધ્યમ, શિક્ષણ અને સ્વાસ્થય સેવાઓનું સ્તર, બેંકો પાસેથી મળનાર આર્થિક મદદ અને સરકાર દ્વારા અપાતી અન્ય સુવિધાઓની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કમિટીને સચ્ચર કમિટીનાં નામથી ઓળખવામાં આવે છે.