જસ્ટિસ સંજીવ ખન્નાએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ ત રીકે શપથ લીધા. જસ્ટિસ ખન્નાના નામની ભલામણ જસ્ટિસ ચંદ્રચૂડે કરી હતી. ચંદ્રચૂડ 10 નવેમ્બરના રોજ 65 વર્ષની ઉંમરે રિટાયર થયા. 14 મે 1960ના રોજ જન્મેલા સંજીવ ખન્નાએ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરથી કાયદાનો અભ્યાસ કર્યો. દિલ્હી હાઈ કોર્ટના જજ નિયુક્ત થતા પહેલા તેઓ ત્રીજી પેઢીના વકીલ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના 11માં ચીફ જસ્ટિસ બન્યા છે. તેઓ છ મહિના સુધી આ પદ પર રહેશે. તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદના શપથ લેવડાવ્યા. તેઓ હાલમાં રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકારણના કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા હતા. આ સાથે જ ભોપાલમાં રાષ્ટ્રીય ન્યાયિક અકાદમીની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય છે. પૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે તેમનું નામ આગળ વધાર્યું છે. ડીવાય ચંદ્રચૂડ રવિવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના પદેથી રિટાયર થયા. 


જસ્ટિસ સંજીવ ખન્નાનો જન્મ 4 મે 1960ના રોજ થયો હતો. તેમણે પોતાની કાનૂની કરિયરની શરૂઆત 1983માં દિલ્હી બાર કાઉન્સિલના એક વકીલ તરીકે કરી હતી. તેમણે બંધારણીય કાનૂન, ટેક્સેશન, મધ્યસ્થતા, વાણિજ્યિક કાનૂન, અને પર્યાવરણ કાનૂનમાં વ્યાપક અનુભવ છે. જસ્ટિસ ખન્નાએ આવકવેરા વિભાગ માટે વરિષ્ઠ સ્થાયી વકીલ તરીકે પણ કામ કર્યું. 2004માં તેમને દિલ્હી માટે સ્થાયી વકીલ (સિવિલ) નિયુક્ત કરાયા હતા. 


જસ્ટિસ ખન્નાને 2005માં દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જસ્ટિસ નિયુક્ત કરાયા હતા. તેઓ વર્ષ 2006માં સ્થાયી ન્યાયાધીશ બન્યા. જે તેમના મહત્વપૂર્ણ ન્યાયિક કરિયરની શરૂઆત હતી. પોતાના કાર્યકાળ દરમિયાન જસ્ટિસ ખન્નાએ દિલ્હી ન્યાયિક અકાદમી, દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર અને જિલ્લા ન્યાયાલય મધ્યસ્થતા કેન્દ્રોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ન્યાયિક પરિદ્રશ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 


જસ્ટિસ ખન્નાએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા સહિત અનેક ઐતિહાસિક ચુકાદા આપ્યા છે. આ  ચુકાદા બાદ જ કેજરીવાલ લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટી માટે પ્રચાર કરવા માટે સક્ષમ થયા હતા. એક અન્ય મહત્વપૂર્ણ ચુકાદામાં ન્યાયામૂર્તિ ખન્નાએ ભારપૂર્વક કહ્યું કે કાર્યવાહીમાં વિલંબ પીએમએલએ હેઠળ જામીન આપવા માટે એક માન્ય આધાર તરીકે કામ કરી શકે છે. આ ચુકાદો દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સંલગ્ન એક મામલામાં આવ્યો છે. 


અન્ય ઐતિહાસિક ચુકાદા


સૂચનાનો અધિકાર અને જ્યૂડિશિયરી ટ્રાન્સપરન્સી
2019ના એક ઐતિહાસિક ચુકાદામાં જસ્ટિસ ખન્ના પાંચ જજોની બંધારણીય પીઠનો ભાગ હતા. આ બેન્ચે દિલ્હી હાઈકોર્ટના તે નિર્ણયને યથાવત રાખ્યો જેમાં ભારતના ચીફ જસ્ટિસની ઓફિસને સૂચના અને અધિકાર (RTI) અધિનિયમ હેઠળ લાવવાનો નિર્ણય લેવાયો હતો. 


કલમ 370
જસ્ટિસ ખન્નાએ કલમ 370 હટાવવાના સરકારના નિર્ણયનું સમર્થન કર્યું હતું. 


ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ
જસ્ટિસ ખન્ના એ બેન્ચનો પણ ભાગ હતા જેણે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ગણાવતા કહ્યું કે તે સૂચનાના મૌલિક અધિકારનો ભંગ કરે છે. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે ગુમનામ ડોનેશનના કારણે ચૂંટણી ફંડિંગમાં પારદર્શકતાની કમી રહે છે અને તેનાથી લોકતાંત્રિક પ્રક્રિયા પ્રભાવિત થાય છે. 


ઈલેક્શન ઈન્ટીગ્રીટી અને વોટર વેરિફિકેશન
જસ્ટિસ ખન્નાએ અનેક ચુકાદા ચૂંટણી પ્રક્રિયા અંગે પણ આપ્યા છે. તેમણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) પર ચૂંટણી પંચના સ્ટેન્ડને યથાવત રાખ્યું અને વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપની 100 ટકા વેરિફિકેશનની અરજીને ફગાવી દીધી.