પલક્કડ: કેરલના પલક્કડમાં ગર્ભવતી હાથણીની હત્યાના મામલે પોલીસે વિલ્સન નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. હવે તપાસ ટીમ વિલ્સનના માલિકોની તલાશ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળમાં વિનાયકી મામલે ફરાર બે આરોપીઓનો પોલીસ હજુ પત્તો લગાવી શકી નથી. હત્યાના આ મામલે કેરલ પોલીસ અને વન વિભાગ મળીને પણ અત્યાર સુધી બાકીના આરોપીઓને પકડી શકી નથી. ધરપકડ કરવામાં આવેલા વિલ્સન પલક્કડ જિલ્લાના ચેલિક્કનથી પકડાયો છે. તે ખેતરમાં કામ કરતો હતો, હત્યાના આ મામલે ખેતર માલિક અને તેના પુત્રની શોધખોળ કરવામાં આવી રહી છે.


તમને જણાવી દઇએ કે આ મામલે કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનએ કહ્યું હતું કે ઘટનામાં દોષી મળી આવનાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પલક્કડમાં એક ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવ્યું હતું, ત્યારબાદ તડપી તડપીને તેનું મોત થયું હતું. આ મામલે પોલીસે સંદિગ્ધ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.